ઝાલોદમાં ભીલ પ્રદેશ મોર્ચા દ્વારા સ્ટાફ નર્સ ભરતી પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતિઓ અંગે મામલતદારને રજૂઆત કરવામાં આવી છે.

9 ફેબ્રુઆરી 2025 ના રોજ યોજાયેલી આ પરીક્ષામાં વિવિધ જિલ્લાઓમાંથી 50,000થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો.આરોપ મુજબ, ગુજરાત સરકારમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા વનરાજ ચૌહાણે વોટ્સએપ પર પેપર લીક થયાની ચર્ચા કરી હતી. તેમણે કથિત રીતે મેસેજમાં જણાવ્યું હતું કે, "આપણે જ પેપર કાઢ્યું છે, માનતા જ નહોતા... આખું પેપર આવી ગયું.
પરીક્ષાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે વારંવાર થતી ગેરરીતિઓ છતાં સરકાર દ્વારા કોઈ કડક પગલાં લેવાતા નથી. જેના કારણે ગરીબ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાય છે. તેમણે પરીક્ષા તાત્કાલિક રદ કરવા અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પરીક્ષાર્થીઓએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ પર ધ્યાન આપવામાં નહીં આવે તો તેઓ ગાંધી ચીંધ્યા માર્ગે કચેરી ખાતે ઉગ્ર આંદોલન કરશે.
Reporter: admin







