ગોધરા MGVCL (મધ્ય ગુજરાત વિજ કંપની લિ.) ના લીલેસરા સ્ટોર ખાતે છેલ્લા કેટલાક સમયથી એક ઝેરી સાપ ફરતો જોવા મળતો હતો, જેના કારણે ત્યાં કામ કરતા કર્મચારીઓ અને અવર-જવર કરતા અરજદારો માં ભયનો માહોલ જોવા મળતો હતો.

કચેરીના કર્મચારીઓ દ્વારા આ અંગે કાર્યપાલક ઈજનેરને જાણ કરવામાં આવી, જેના પગલે વાઈલ્ડ એનિમલ હેલ્થ ક્લબની રેસ્ક્યુ ટીમને બોલાવી સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી સફાઈ કામગીરી દરમ્યાન ત્રણ ફૂટ લાંબા ઝેરી સાપ દેખાતા તેનું સફળ રેસ્ક્યુ કર્યું હતું વાઈલ્ડ એનિમલ હેલ્થ ક્લબની ટીમે ભારે ઝહેમત બાદ ત્રણ ફૂટ કરતા લાંબા અને અત્યંત ઝેરી સાપનું રેસ્ક્યુ કર્યું હતું રેસ્ક્યુ ટીમના સભ્યોના જણાવ્યા મુજબ, આ સાપ વિશ્વના ત્રીજા ક્રમના ઝેરી સાપોમાંનો એક હતો, જે ખૂબ જોખમી ગણાય છે. સાપને સુરક્ષિત રીતે પકડ્યા બાદ તેને ગોધરાની અછાલા જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો, જેથી તે પોતાના કુદરતી વસવાટસ્થાને પરત જઈ શકે.

સાપનું રેસ્ક્યુ થયા બાદ કચેરીના કર્મચારીઓએ રાહત નો શ્વાસ લીધો સાપના રેસ્ક્યુ બાદ MGVCL લીલેસરા સ્ટોરના કર્મચારીઓએ હાશકારો અનુભવ્યો, કારણ કે સાપના કારણે તેમની રોજબરોજની કામગીરી અવરોધાય સાથે ભય રહેતો હતો.રેસ્ક્યુ ટીમના ઝડપી અને અસરકારક પ્રયાસો બદલ કચેરીના કર્મચારીઓએ રેસ્ક્યુ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો વધુમાં રેસ્ક્યુ કરવાં આવેલા વાઈલ્ડ એનિમલ હેલ્થ ક્લબની ટીમે જનતાને અપીલ કરી છે કે, કોઈ પણ ઝેરી સાપ જોવામાં આવે તો તેને પત્થર કે લાકડી વડે મારવાનો પ્રયાસ કર્યા વગર તાત્કાલિક રેસ્ક્યુ ટીમ અથવા સ્થાનિક વન વિભાગને જાણ કરવી, જેથી સાપનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી શકાય..

Reporter: admin