News Portal...

Breaking News :

ભારત કો જાનો ક્વિઝ સ્પર્ધા બરોડા પબ્લિક સ્કૂલ ખાતે યોજાઈ

2024-10-07 17:08:18
ભારત કો જાનો ક્વિઝ સ્પર્ધા બરોડા પબ્લિક સ્કૂલ ખાતે યોજાઈ


વડોદરા : ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત ભારત કો જાનો ક્વિઝ સ્પર્ધાનું આયોજન બરોડા પબ્લિક સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં ગુજરાતી માધ્યમની 18 શાળાઓ અને અંગ્રેજી માધ્યમને 18 શાળાઓ અને 72જેટલા બાળકો એ ભાગ લીધો હતો.


ભારતના પ્રાચીન ઇતિહાસ ભારતનું ભૂગોળ ભારતની સામાજિક અને રાજકીય અવનવી ઘટમાળ પર આધારિત પ્રશ્નોત્તરી નું ખૂબ જ સુંદર આયોજન શાળા દ્વારા કરવામાં આવ્યું અલગ અલગ તબક્કામાં યોજાયેલ ક્વિઝ સ્પર્ધા માં વિજેતા થયેલ સ્પર્ધકને ટ્રોફી તથા પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ પ્રસંગે શાળાના આચાર્ય ગાયત્રીબેન વ્યાસે વિદ્યાર્થીઓને ભણતર સાથે સામાન્ય જ્ઞાનના પ્રશ્નો અને ખાસ કરીને દેશ વિશે તથા દેશમાં ચાલતી અનેક પ્રવૃત્તિ વિશે માહિતગાર રહી અને પોતાના સામાન્ય જ્ઞાનને સમૃદ્ધ બનાવવા આ પ્રકારની સ્પર્ધાઓ કેટલી અગત્યની હોય તે વિશે ખૂબ જ રસપ્રદ માહિતી આપી હતી. 


પ્રાથમિક વિભાગધો.6 થી 8 માં પ્રથમ ક્રમાંકે અંગ્રેજી માધ્યમમાંબરોડા પબ્લિક સ્કૂલ ના વિદ્યાર્થીઓ ભવ્ય તંબોલી અને રામજાંગીર, દ્વિતીય ક્રમાંકે ન્યુ હોરિ ઝોનના વિદ્યાર્થીઓ નીર પટેલ અને દક્ષરાજ પુરોહિત વિજેતા થયા હતા માધ્યમિક વિભાગ ધોરણ 9 થી 12 માં અંગ્રેજી માધ્યમમાં પ્રથમ ક્રમાંકે બરોડા પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ ધ્વનિ શાહ અને સાહિલ ધાય ગુડે, દ્વિતીય ક્રમાંકે એસ.એસ.વીના વિદ્યાર્થીઓ ઉત્કર્ષ માલ વિયા અને હિતાર્થ પરમાર વિજેતા થયા હતા.

Reporter: admin

Related Post