વડોદરા : કારતક સુદ પૂનમના પવિત્ર દિવસે દેવ દિવાળી પ્રસંગે એમ.જી રોડ ખાતે નરસિંહજીની પોળમાં આવેલા મંદિરેથી પરંપરાગત રીતે ભગવાન નરસિંહજીના શુભ લગ્નનો 288મો વરઘોડો આન બાન શાનથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રસ્થાન થયો હતો.

ભગવાન મોડી રાત્રે ફતેપુરા સ્થિત તુલસીવાડી ખાતે શુભ લગ્ન વિધિ બાદ વહેલી સવારે પ્રભુનો વરઘોડો નિજ મંદિર પરત ફર્યો હતો.આ પ્રસંગે વહેલી સવારથી જ વરરાજા બનેલા પ્રભુને ચાંદલો કરવા ભક્ત સમુદાય દોઢ કિ.મી.જેવી લાઈનમાં રાહ જોઈ ઊભા રહ્યા હતા. આ દિવસે ભક્તોમાં ભારે ઉત્સાહ જૉવા મળ્યો હતો. દેવ દિવાળીના પાવન પર્વે ભગવાન નરસિંહજીનો લગ્ન પ્રસંગ નિમિત્તેનો 288મો વરઘોડો દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત નરસિંહજીના મંદિરેથી બેન્ડવાજાના તાલે અને ભજન મંડળીઓના ભજનોની રમઝટ તથા શરણાઈના સુર સાથે પાલખીમાં બિરાજી થઈને દબદબાભેર પ્રસ્થાન થયો હતો

આ વરઘોડામાં ભગવાન નરસિંહજીના પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર હતું જેમાં ઠેર ઠેર ભગવાન નરસિંહજીના પાલખીનો સ્વાગત અને આરતી કરવામાં આવી હતી સાથે વરઘોડાના તમામ રોડ પર મોટી સંખ્યામાં લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી ના નાદ સાથે માર્ગો ગુંજી ઉઠ્યો હતો.





Reporter: admin