મુંબઈ : કોરોના મહામારી બાદ ભારત સહિત સમગ્ર વિશ્વમાં વર્ક ફ્રોમ હોમ કલ્ચરમાં ચલણમાં નોંધપાત્ર વધારો થયો છે.
દરમિયાન વૈશ્વિક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સારા માનસિક સ્વાસ્થ્ય માટે, ઘરેથી કામ કરવાને બદલે ઓફિસમાંથી કામ કરવું વધુ સારું છે. અભ્યાસ મુજબ, ઓફિસમાં સારા સંબંધો અને કામ પ્રત્યે ગર્વની ભાવના માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમેરિકાની એક સંશોધન સંસ્થાએ 65 દેશોના કર્મચારીઓના ડેટાનો ઉપયોગ કરીને અભ્યાસ કર્યો છે.આ અભ્યાસમાં ભારતને લઈને એક ચોંકાવનારી બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ભારતમાં ઓફિસમાંથી કામ કરતા લોકોનું માનસિક સ્વાસ્થ્ય ઘરેથી અથવા હાઇબ્રિડ રીતે કામ કરતા લોકો કરતા વધુ સારું હોવાનું જાણવા મળ્યું હતું.
જે યુએસ અને યુરોપથી તદ્દન વિપરીત છે, જ્યાં હાઇબ્રિડ કામદારો શ્રેષ્ઠ માનસિક સ્વાસ્થ્ય ધરાવે છે. એક તરફ ભારતમાં વર્કલોડ, તણાવ અને ટૉર્ચરીંગથી ભરેલા વર્કપ્લેસને લઈને ચર્ચા ચાલી રહી છે, તેવા સમયે આ રિપોર્ટ આવ્યો છે. રિપોર્ટમાં કર્મચારીઓમાં તકલીફનું મુખ્ય કારણ વર્કલોડને ટાંકવામાં આવ્યું છે. રિપોર્ટમાં કહેવાયુ છે કે, “તમારા સહકર્મીઓ સાથેના સંબંધો અને તમારા કામમાં ગર્વ અને ઉદ્દેશની ભાવના તમારા માનસિક સ્વાસ્થ્ય પર સૌથી વધુ અસર કરે છે, પછી ભલે તમે કોઇ પણ પ્રકારનું કામ કરતાં હો.” સહકર્મી સાથે નબળા સંબંધો અને કામ પર ગર્વ અને ઉદ્દેશના અભાવને ગંભીર ઉદાસી અથવા નિરાશા, નિષ્ક્રિયતા લાગણી અને ઉર્જા સ્તરના અભાવ સાથે સંકળાયેલા છે.
Reporter: