News Portal...

Breaking News :

નીતિ આયોગની બેઠકમાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વોક આઉટ

2024-07-27 22:40:35
નીતિ આયોગની બેઠકમાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વોક આઉટ


દિલ્હી: નીતિ આયોગની નવમી ગવર્નિંગ કાઉન્સિલની એક બેઠક યોજાઈ હતી. બેઠકમાં પીએમ મોદીએ કહ્યું, ભારત એક યુવા દેશ છે. આપણે આપણા યુવાનોને કુશળ અને રોજગારીયોગ્ય કાર્યબળ બનાવવાનું લક્ષ્ય રાખવું જોઈએ. વિકસિત ભારત 2024 બનાવવા માટેના કૌશલ્ય, સંશોધન, નવીનતા અને નોકરી આધારિત જ્ઞાન પર ભાર મૂકવા માટે જરૂરી છે.


PM મોદીએ કહ્યું, NEP, મુદ્રા,પી.એમ વિશ્વકર્મા, પીએમ સુવિધા જેવી યોજનાઓ અને ફોજદારી ન્યાય પ્રણાલીમાં સુધારા વગેરે જેવી યોજનાનો ઉપયોગ ભારતીય સમાજ અને અર્થવ્યવસ્થામાં પરિવર્તનકારી ફેરફાર લાવવા માટે થવો જોઈએ. નીતિ આયોગની આ બેઠક 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા પર ભાર મુકવામાં આવ્યો હતો. 


આ બેઠકનો ઉદ્દેશ્ય કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સહભાગી સંચાલન તથા સહયોગ વધારવા, વિતરક નેટવર્કને મજબૂત કરી ગ્રામીણ અને શહેરી બંને વસ્તી માટે જીવનની ગુણવત્તામાં વધારો કરવાનો હતો. નીતિ આયોગની સર્વોચ્ચ સંસ્થા ગવર્નિંગ કાઉન્સિલમાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરો અને કેટલાક કેન્દ્રીય મંત્રીઓનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નીતિ આયોગના અધ્યક્ષ છે. નીતિ આયોગની બેઠકમાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અધવચ્ચે છોડીને બહાર નીકળી ગયા હતા. તેમણે કહ્યું કે, મને માત્ર પાંચ મિનિટ બોલ્યા બાદ રોકી દેવામાં આવી હતી.

Reporter: admin

Related Post