News Portal...

Breaking News :

મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને સ્થાયી સમિતિ ચેરમેન સમય સૂચકતા વાપરીને આજવામાંથી પાણી વિશ્વામિત્રીમાં છોડવામાં આવ્યું.

2024-07-27 22:35:53
મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને સ્થાયી સમિતિ ચેરમેન સમય સૂચકતા વાપરીને આજવામાંથી પાણી વિશ્વામિત્રીમાં છોડવામાં આવ્યું.


વડોદરા શહેરમાં જ નહીં પરંતુ આજુબાજુના સમગ્ર પંથકમાં ગત ૨૪ના રોજ થયેલ મુશાળાધાર વરસાદના પગેલે વિશ્વામિત્રી નદીનું જળ સ્તર ખૂબ વધી ગયું હતું અને ૨૪ કલાક વીતવા છતાં પણ ઓછી નહીં થતા પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રી અને મ્યુનિ.કમિશનર દિલીપ રાણા તેનું કારણ શોધવા પાછલા 2 દિવસથી ઘણા બધા સ્થળોની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું 


જેમાં મુખ્ય ત્વે આજવા, પ્રતાપપુરા સરોવર, આસોજ ફીડર લાઈન સિવાય અન્ય ત્રણ ધનોરા, હરિપુરા અને વાડદલા તળાવના પાણી પણ સીધે સીધા વિશ્વામિત્રી નદીમાં ઠવાતા હતા ફક્ત વડદલા તળાવ માથીજ તા.૨૪/૭/૨૪ના રોજ 700 ક્યુસેક જેટલું પાણી વિશ્વામિત્રીમાં આ તળાવ મારફતે ઠલવાયું તથા આજે પણ100 to 150 ક્યુસેક પાણી આજે પણ વિશ્વામિત્રી મા ઠલવાઇ  રહ્યું છે 


જેના કારણે જળ સ્તર ખૂબ વધી રહ્યું હતું અને આગામી સમય મા સદરહુ પરિસ્થિતિને પહોંચી વળવા લાંબા ગાળાના આયોજન પણ હાથ ધરવામાં આવશે. પાણી ની આવક માં ઘટાડો થતા પૂર સંકટ હાલ પૂરતું ટળ્યું. પ્રતાપપુરામાંથી 400 થી 600 ક્યુસેક, વડદલા તલાવમાંથી ડિસ્ચાર્જ 150 ક્યુસેક, ધનોરા તલાવમાંથી ડિસ્ચાર્જ 100 ક્યુસેક, હરિપુરા તલાવમાંથી ડિસ્ચાર્જ 100 ક્યુસેક, આજવા ડેમમાંથી ડિસ્ચાર્જ 3000 ક્યુસેકની આસપાસ છે.

Reporter:

Related Post