News Portal...

Breaking News :

સંગમ ચાર રસ્તાથી એરપોર્ટ જતા મુખ્ય રોડ પર ઊંડો અને ભોયરા જેવો ભુવો પડ્યો

2024-07-27 20:20:07
સંગમ ચાર રસ્તાથી એરપોર્ટ જતા મુખ્ય રોડ પર ઊંડો અને ભોયરા જેવો ભુવો પડ્યો


વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા થી એરપોર્ટ જતા મુખ્ય રોડ પર ગાંધીપાર્ક પાસે ઊંડો અને ભોયરા જેવો ભુવો પડ્યો છે 


આ મુખ્ય રોડ પર ટૂંક સમય પહેલા જ લાખો રૂપિયા થી ડ્રેનેજ લાઈનની કામગીરી કરવામાં આવી હતી પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ડ્રેનેજ લાઈન નાખ્યા બાદ વ્યવસ્થિત પુરાણ નહીં કરતા આ રોડ પર અનેક જગ્યાએ ખાડા ટેકરા અને થઈ ગયા છે આખો રોડ ખાડા ટેકરા વાળો બની ગયો છે ડ્રેનેજ લાઈનની કામગીરી કરી તે મુખ્ય રોડ પર જ માનનીય ધારાસભ્ય મનીષાબેન વકીલની ઓફિસ આવેલી છે અને તેમના જ ઓફિસની બહાર જ ભુવો પડ્યો છે મહાનગરપાલિકાના અધિકારીઓના સુપરવિઝનના અભાવના કારણે કોન્ટ્રાક્ટરો દ્વારા કામોમાં ગેરરીતિ આચરવામાં આવે છે 


અને જે રીતે કામગીરી પૂર્ણ કરી પુરાણ કરવાનું હોય તેવી રીતે પુરાણ કરતા નથી જેના કારણે વડોદરા શહેરમાં ભૂવા પડે છે ત્યારે જ વડોદરા શહેરને ભુવા નગરી ઉપનામ મળ્યું છે ટૂંક સમય પહેલા જ વડોદરા શહેરના વુડા સર્કલ ખાતે મસ મોટો ભુવો પડ્યો હતો હાલમાં પણ આ ભુવાનું રીપેરીંગ કામ કરવામાં આવી રહ્યું નથી આ રોડ વીઆઇપી રોડ હોય અને નાગરિકો માટે પણ મુખ્ય રોડ હોય અવરજવરની તકલીફો પડી રહી છે. સામાજિક કાર્યકરે તંત્ર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મહાનગરપાલિકાના શાસનમાં બેઠેલા સત્તાધીશો દ્વારા આવા કોન્ટ્રાક્ટરો સામે પગલાં ભરવા જોઈએ અને અન્ય કામગીરી ના વર્ક ઓર્ડર પણ આપવા જોઈએ નહીં.

Reporter: admin

Related Post