વડોદરા : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેવી જ ઓમ બંગલો સોસાયટી ખાતે ભક્તો માટે આનંદ ના ગરબાનું સુંદર આયોજન હિનાબેન ચેતનભાઈ શાહ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.

આ અંગે વધુ માહિતી આપતા અગ્રણી દિપકભાઈ શાહે જણાવ્યું હતું કે વણાકબોરી આખા પંથકમાં સુધાબેન આનંદના ગરબા કરાવતા હોય છે. ક્રુરતા ઉતર્યા પછી તનાવ, આધિ વ્યાધિ ઉપાધિ દુર કરવા આનંદના ગરબાનું આયોજન થતું હોય છે. આ સંદર્ભે આખા પંથકમાં જાણિતા સુધાબેન કિન્નર માહેશ્વરી માસીબા સાથે આખી મંડળી સાથે સેવાલીયા ઓમ બંગલો સોસાયટી ખાતે ખાસ પધાર્યા હતા.

આ સોસાયટી માં તારક મહેતા સીરીયલ ની જેમ આખી ગોકુલધામ સોસાયટી પરિવાર તરીકે દરેક ઉજવણી કરે છે અને જેમાં જેઠાલાલ બબીતા દયા પોપટલાલ જેવા પાત્રો પણ છે આનંદના ગરબામાં પધારેલ માહેશ્વરી માસીબા એ જગતના કલ્યાણ માટે અને આધિ વ્યાધિ ઉપાધિ દુર કરવા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું.





Reporter: admin