News Portal...

Breaking News :

નીતિશ હોય કે નાયડુ મોદી સાહેબ કોઈનું દબાણ ચલાવી નહિ લે...

2024-06-06 10:42:01
નીતિશ હોય કે નાયડુ મોદી સાહેબ કોઈનું દબાણ ચલાવી નહિ લે...


હાલમાં કાર્યકારી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ત્રીજીવાર નવી કેન્દ્ર સરકારના ગઠનની પ્રક્રિયા ચાલી રહી છે અને બધું સમુસુતરું પાર ઊતરશે અને ટુંક સમયમાં તેઓ વધુ એકવાર પ્રધામંત્રીશ્રી પદના શપથ લેશે.


રાજકીય કારકિર્દી દરમિયાન એમનો અગાઉ ચાર વાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને તે પછી બે વાર પંતપ્રધાન તરીકે રાજ્યાભિષેક થયો હતો.એટલે ૨૦૨૪ માં તેઓ સર્વોચ્ય પદના ત્રીજીવાર અને કારકિર્દીમાં સાતમી વાર શપથ ગ્રહણ કરશે. ગઠબંધન સરકારના વડા તરીકે આ તેમનો પહેલો અનુભવ બનશે.અગાઉ બે વાર ગઠબંધન તો હતું પરંતુ ભાજપ પાસે એકલે હાથે બહુમતી હતી.અત્યારે નથી.મીડિયા અહેવાલોમાં સરકારના ભાગીદારો ના મંત્રીપદ અને લોકસભા અધ્યક્ષપદ માટેના દાવાઓ અને ત્રાંગાઓની ચર્ચા છે.પરંતુ અત્રે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે મોદી જુદી માટી અને જુદા મિજાજના માણસ છે. ગઠબંધન ધર્મ પ્રમાણે થોડી લવચીકતા કે ફ્લેક્સીબિલિટી તેઓ આપશે.તેમાં કશું ખોટું પણ નથી.પરંતુ જો કોઈ એવું માનતું હોય કે નાયડુ,નીતીશ કે અન્ય કોઈ સાથીદાર એમને ઘૂંટણિયે પાડશે કે શરણાગતિ સ્વીકારવા મજબૂર કરશે તો આવું માનનારા ખાંડ ખાય છે.મોદી સાહેબ બધા સહ ભાગીદારોનું માન અવશ્ય જળવાશે પણ કોઈની મનમાની કે નાફરમાની જરાય ચલાવી નહિ લે.



૨૦૪૭ ના ભારતના વિઝન ની આડે આવવાનો પ્રયાસ કરનાર કોઈપણ સાથી સામે એ કડક વલણ અપનાવશે.હજુ પ્રજા સાથે એમનો સીધો સંબંધ છે જ.હાલમાં જ્યાં ભૂલો થઈ હશે એ સુધારી લઈને તેઓ પોતાની અને પક્ષની સ્થિતિ મજબૂત કરશે.કટોકટી ના સંજોગોમાં હાર સ્વીકારવાનો એમનો સ્વભાવ નથી.એવા કોઈપણ મુદ્દાને તેઓ સીધો લોકોના દરબારમાં મૂકીને પ્રજા સમર્થન મેળવશે અને આડે આવનારાઓ ને એમની વાસ્તવિક સ્થિતિ બતાવી દેશે.તેઓ  ભલે ગઠબંધન સરકારના પંતપ્રધાન બને પરંતુ તેમના કડપ માં ઓછપ આવવાની નથી.તેઓ પહેલા તો મૂળ થી વિરોધનું બલાબળ પારખશે અને પછી મૂળમાં ઘા કરી એને મહાત કરશે.ટુંકમાં એક પક્ષના નહિ પણ સહિયારા પ્રધાનમંત્રી તરીકે તેઓ અવશ્ય ચીલો ચાતરશે.સહયોગીઓ નું માન સન્માન એક હદ સુધી જાળવશે પરંતુ પાણી માથા પરથી વહેવડાવવા નો પ્રયાસ થશે તો તેઓ એવા તત્વો ને સિફત થી સિધાદોર કરીને મજબૂરીની નહિ પણ મક્કમતા ની સરકાર ચલાવશે.હવે જોઈએ પ્રવાહ કેવો વહે છે...

Reporter: News Plus

Related Post