પાલિકાની ખોરાક શાખા દ્વારા ચેકીંગથી ખાદ્ય ચીજોમાં ભેળસેળ કરતા તત્વોમાં ફફડાટ ઉભો થયો છે.
હાલ વરસાદી મોસમના કારણે માનવ સ્વાસ્થ્ય માટેની વિવિધ ચીજ વસ્તુઓની ચકાસણી પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે ગોત્રી વિસ્તારમાં આવેલ ગોકુલ ટાઉનશીપની બંસીધર ડેરી ફાર્મમાં શંકાસ્પદ ઘીનો જથ્થો હોવાની પોલીસે કરેલી જાણના આધારે પાલિકા ખોરાક શાખાની ટીમે ૧,૨૯.૨૦૦ કી.ગ્રા.ઘીનો જથ્થો સીઝ કરતા ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરતાં તત્વોમાં ગભરાટ ફેલાયો છે.
ઉલ્લેખનીય છે કે ગોત્રી વિસ્તારમાં આવેલ ગોકુલ ટાઉનશીપમાં બંસીધર ડેરી ફાર્મ છે. જ્યાં શંકાસ્પદ ઘીનો જથ્થો હોવાની સ્થાનિક પોલીસને જાણ થઈહતી. આ અંગે પોલીસે તાત્કાલિક ધોરણે પાલિકા તંત્રને જાણ કરી દીધી હતી. જેથી પાલિકા ખોરાક શાખાની ટીમ ઘટના સ્થળે ત્રાટકી હતી.સઘન તપાસ દરમિયાન બંસીધર ડેરી ફાર્મમાંથી શંકાસ્પદ ઘીનો કેટલોક જથ્થો મળી આવ્યો હતો. જેથી ખોરાક શાખાની ટીમે રૂપિયા ૫૧૬૮૦ની કિંમતનો ૧૨૯.૨૦૦ કી.ગ્રા. શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યાની જાણ થતા ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરનારા તત્વોમાં ફફડાટ ફેલાયો છે
Reporter: admin