News Portal...

Breaking News :

કરાર આધારીત, પૂર્વ મંજૂરી વગરનાં, પૂર્વ ટી.ડી.ઓ.જીતેશ ત્રિવેદીએ, રાણાંજીની સાથે મળી સત્તાનો દુરપયોગ કરી કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો..મુખ્ય મંત્રી કાર્યાલય તપાસ કરશે?

2025-04-01 11:39:12
કરાર આધારીત, પૂર્વ મંજૂરી વગરનાં, પૂર્વ ટી.ડી.ઓ.જીતેશ ત્રિવેદીએ, રાણાંજીની સાથે મળી સત્તાનો દુરપયોગ કરી કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો..મુખ્ય મંત્રી કાર્યાલય તપાસ કરશે?


તાંદલજા ટીપી 23 માં ગેરકાયદેસર ઇમપેકટ ભરી પેન્ટ હાઉસનું બાંધકામ કરી, વેચાણ કર્યું..
કરાર આધારિત નિમણૂંક ટી.ડી.ઓ. દ્વારા 
ઇમ્પેક્ટની ફાઈલોમાં પણ મોટો ભ્રષ્ટાચાર...
તાંદલજા  ટી.પી.૨૩માં નિવૃત્ત પોલિસ અધિકારીના પુત્રને લો-રાઈઝ રહેણાંક  ૮ ટાવરોની  એપાર્ટમેન્ટની બાંધકામ પરવાનગી આપી... 
તમામ ટાવરો ઉપર ગેરકાયદેસર પેન્ટ હાઉસનુ બાંધકામ કરી અને વેચાણ કર્યું....
ફાયર વિભાગનુ N.O.C. રજુ કરેલ નથી...



બાંધકામ પરવાનગી શાખા વડોદરા દ્વારા પશ્ર્ચિમ વિસ્તારમા ટી.પી.૨૩ તાંદલજા વિસ્તારમા એક ચર્ચાસ્પદ નિવૃત્ત પોલિસ અધિકારીના પુત્રને લો-રાઈઝ રહેણાંક ૮ ટાવરોની એપાર્ટમેન્ટની બાંધકામ પરવાનગી આપવામા આવેલ હતી. પરંતુ સદર ચર્ચાસ્પદ અધિકારીના પુત્રો દ્વારા જે રહેણાંક લો-રાઈઝ ટાવરોની પરવાનગી મેળવેલ હતી. તે તમામ ટાવરો ઉપર ગેરકાયદેસર પેન્ટ હાઉસનું બાંધકામ કરી અને વેચાણ પણ કરી દીધેલ છે. સદર ગેરકાયદેસર પેન્ટ હાઉસના બાંધકામ કરવાથી સદર બાંધકામ C.G.D.C.R. ના નિયમ મુજબ હાઈરાઈઝમા આવી જાય છે.અને C.G.D.C.R. મુજબ હાઈરાઈઝ વિકાસ પરવાનગી ના નિયમ અલગ હોય છે.હાઈરાઈઝની વિકાસ પરવાનગી લેતા સમયે રજાચિઠી મેળવતા સમયે સદર વિકાસ પરવાનગીની ફાઈલ મા સિવિલ એવિએશનનુ મંજૂરી અગેનુ સર્ટી રજુ કરવાનુ હોય છે.અને હાઈરાઈઝ ની વિકાસ પરવાનગી મેળવતા સમયે C.G.D.C.R.ના નિયમ મુજબ ફાયર વિભાગનુ એન.ઓ.સી રજુ કરવાનુ હોય છે.સરકાર દ્વારા ગેરકાયદેસર બાંધકામ ને કાયદેસર કરવાનો કાયદો એટલે કે ઇમ્પેક્ટનો કાયદો અમલમા લાવ્યા.આ કાયદામા નિયમોને આધિન ઇમ્પેક્ટની ફાઈલોમાં લો-રાઈઝ ની વિકાસ પરવાનગી આપેલ હોય અને ઉપરના માળ પર એટલે કે ટેરેસમા ગેરકાયદેસર બાંધકામ કરેલ હોય અને C.G.D.C.R.ના નિયમ મુજબ  લો-રાઈઝ ના નિયમ કરતા (હાઈટ) ઉંચાઈ વધારે હોય તો એ બાંધકામ  હાઈરાઈઝની વ્યાખ્યામાં આવે છે.અને હાઈરાઈઝના નિયમોને ધ્યાન માં આખી ઇમ્પેક્ટની ફાઈલ મંજૂર કરવાની હોય  છે. ઇમ્પેક્ટના કાયદામા હાઈરાઈઝ બાંધકામ હોય હાઈરાઈઝ ની ઉંચાઈ પર ઇમ્પેક્ટ ની ફાઈલ મંજૂર કરવાની હોય તો સરકારના નિયમ મુજબ  ફાયર વિભાગ નુ એન.ઓ.સી.રજુ કરવાનુ હોય  છે.તેમજ  રહેણાંક એપાર્ટમેન્ટ હોય અને એ રહેણાંક એપાર્ટમેન્ટમાં ઇમ્પેક્ટ ભરવાની હોય તો ઇમ્પેક્ટની ફાઈલ રજુ કરતા સમયે એ રહેણાંક એપાર્ટમેન્ટ દરેક ફ્લેટના માલિકોનું(ગેરકાયદેસર પેન્ટ હાઉસનું જે બાંધકામ કરેલ છે.એની ઇમ્પેક્ટ ભરી અને ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરે તો અમને કોઈ વાંધો નથી.) આવું વાંધાપત્ર રજુ કરવાનુ હોય છે.



 N.O.C. રજુ કરવાનુ હોય છે.પરંતુ ગેરકાયદેસર કરાર આધારિત નિમણૂક પામેલ ટી.ડી.ઓ  જીતેશભાઈ રમણલાલ ત્રિવેદીના ચોક્કસ આર્કીટેક દ્વારા સદર  ટી.પી.૨૩ મા જે આ રહેણાંક  એપાર્ટમેન્ટ મા ઇમ્પેક્ટ ની ફાઈલો મંજૂર કરેલ છે.તેમા ફાયર વિભાગ નુ N.O.C. રજુ કરેલ નથી.તેમજ એપાર્ટમેન્ટ ના ફ્લેટ માલિકોને પણ N.O.C. રજુ કરેલ નથી .અને મોટો ભ્રષ્ટાચાર કરી અને  જીતેશ રમણલાલ ત્રિવેદી દ્વારા મ્યુનિસિપલ કમિશનરના અને પદાધિકારીઓ નાઆશીર્વાદ થી  સદર ઇમ્પેક્ટ ની ફાઈલો ગેરકાયદેસર મંજૂર કરેલ છે. બાંધકામ પરવાનગી શાખાના કર્મચારીઓ /અધિકારીઓ દ્વારા આ પ્રકારની ઘણી ફાઈલો ભષ્ટાચાર કરી અને મંજૂર કરવામા આવેલ તેથી ઇમ્પેક્ટ ની ફાઈલો ગેરકાયદેસર ભ્રષ્ટાચાર કરી ને મંજૂર કરનાર બાંધકામ તપાસનીસ, ડે.ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર, અને કરાર આધારિત ગેરકાયદેસર નિમણૂક પામેલ ટી.ડી.ઓ વિરુદ્ધ કાયદેસરના પગલા ભરવા જોઈએ. અને સદર ઇમ્પેક્ટની ફાઈલો નામંજુર કરવી જોઈએ.

Reporter: admin

Related Post