દિલ્હીઃ માર્ચની વિદાય સાથે આગામી ત્રણ મહિના દેશમાં ભયંકર ગરમી પડી શકે છે, તેમાંય વળી દેશના મેદાનવાળા વિસ્તારોમાં તો સામાન્ય કરતા વધુ ગરમી એટલે કે આસમાનમાંથી આકરી ગરમી પડશે.
ભારતમાં દરેક ઋતુનો અનુભવ થતો હોય છે. એપ્રિલને લઈને જૂન સુધી ભારતમાં તાપમાનનો પારો સામાન્ય કરતા વધારે રહેવાની શક્યતાઓ છે. આઈએમડીની આગાહીની વાત કરવામાં આવે તો ભારતના ઉત્તર-પશ્ચિમ અને મધ્યના મેદાનોમાં લૂની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.આ વિસ્તારોમાં ગરમીનો પારો વધી શકે છે. મોટા ભાગે ભારતના દરેક ભાગોમાં હવામાન એકસમાન નથી હોતું, કારણ કે ભારતની ભૌગોલિક સ્થિતિ દરેક રાજ્યો અને પ્રદેશોમાં અલગ અલગ જોવા મળતી હોય છે.
હવામાનની જાણકારી આપતા IMDના વડા મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે પશ્ચિમ અને પૂર્વ ભારતના કેટલાક વિસ્તારો સિવાય દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેશે.આ બંને વિસ્તારોમાં તાપમાન સામાન્ય રહેવાની શક્યતા છે. એપ્રિલથી જૂન સુધી ઉત્તર અને પૂર્વ ભારતના મોટાભાગના ભાગો, મધ્ય ભારત અને ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાનોમાં સામાન્ય કરતાં બેથી ચાર દિવસ વધુ ગરમીની લહેર રહેવાની સંભાવના છે. ભારતમાં આગામી એક અઠવાડિયામાં ગરમી વધી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.
Reporter: admin