વડોદરા: સંતોષી ફળિયા ઝંડો ચોક કિશન વાડી ખાતે આવેલા વિઠ્ઠલજીના મંદિરમાં ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 18 વર્ષથી સતત અહીં ભંડારાનું આયોજન કરવામાં આવે છે, જેમાં ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભગવાન વિઠ્ઠલજીની કૃપા પ્રાપ્ત કરે છે.

ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં વિઠ્ઠલજીના બે મહત્વપૂર્ણ મંદિર આવેલાં છે.એક માંડવી ખાતે અને બીજું સંતોષી ફળિયા ઝંડો ચોક કિશન વાડી ખાતે વિઠ્ઠલજી મંદિરમાં આયોજિત ભંડારામાં ભક્તજનો માટે પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું, અને મંદિરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. ભંડારાના સફળ આયોજન માટે ભક્તોએ અને સેવા સમિતિના સભ્યોએ મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી.








Reporter: admin