વડોદરા : સમાજના ઉત્થાન માટે કામ કરતી સંસ્થા બરોડા સિટીઝન કાઉન્સિલ દ્વારા 2007 થી દર નવરાત્રીએ બાળ ગરબાનું આયોજન કરવામાં આવે છે.
આ બાળ ગરબામાં 7 થી 14 વર્ષના નાના નાના બાળકો ગરબે રમવા આવે છે ગરબા રમવા આવતા તમામ બાળકોને દરરોજ એક ટોકન ગિફ્ટ આપવામાં આવે છે તથા જે બાળકો બેસ્ટ પર્ફોર્મન્સ અથવા તો બેસ્ટ ડ્રેસીંગ કરીને આવે એમના માટે પ્રોત્સાહન ઇનામો પણ રાખવામાં આવે છે અહીં આવીને દરેક બાળક ખૂબ જ સુરક્ષિત રીતે ગરબા રમે છે
તેમના વાલીઓ માટે સુંદર બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવે છે આ બાળ ગરબામાં આશરે 700 થી 1200 બાળકો ગરબે ઘૂમવા આવે છે. બાળ ગરબાનો સમય પણ નાના નાના ભૂલકાઓને અનુરૂપ રહે તે માટે સાંજે સાડા સાત કલાકથી 10:30 સુધીનો રાખવામાં આવે છે.
Reporter: admin