વકીલ મંડળની આગામી ચૂંટણી માટેની પ્રક્રિયા હાલમાં તેના મહત્ત્વના તબક્કામાં પ્રવેશી ચૂકી છે.

તમામ હોદ્દાઓ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ, હવે ઉમેદવારોના નામની અંતિમ યાદી જાહેર કરવાની તૈયારીઓ ચાલી રહી છે.આજે ઉમેદવારી ફોર્મની ચકાસણી (સ્ક્રૂટીની)નું કામ શરૂ થઈ ગયું છે અને હાલ તે પ્રગતિમાં છે. આ ચકાસણી બાદ જ ફોર્મની માન્યતા નક્કી થશે.સ્ક્રૂટીની પૂર્ણ થઇ હતી, આવતી કાલે ઉમેદવારોને તેમના નામ પાછાં ખેંચવાની (વિથડ્રોલ) તક આપવામાં આવશે.વિથડ્રોલની સમયમર્યાદા પૂરી થયા બાદ, પરમ દિવસે (આવતી કાલ પછીના દિવસે) સાંજે ૪ વાગ્યા પછી પોસ્ટ વાઈઝ ફાઇનલ ઉમેદવારોની યાદી તેમના નંબર પ્રમાણે જાહેર કરવામાં આવશે.

આ જાહેરાત સાથે જ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.નોટિફિકેશન મુજબ, સવારથી લઈને સાંજે ૫ વાગ્યા સુધી મતદાન યોજાશે.મતદાન પ્રક્રિયા પૂરી થયા બાદ તરત જ મત ગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. વકીલ મંડળનો પ્રયાસ છે કે જેટલું શક્ય બનશે તેટલું રિઝલ્ટ તે જ દિવસે જાહેર કરી દેવામાં આવે.
Reporter: admin







