વડોદરા શહેરના વોર્ડ નંબર 13 વિસ્તારમાં ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં હિંમત ભવનમાં છેલ્લા એક મહિનાથી પીવાનું ગંદુ પાણી આવતું હોવાથી ત્રાસેલા લોકોએ હવે કોર્પોરેશન સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

અધિકારી અને કાઉન્સિલર સાંભળતા નથી જેને પગલે સ્થાનિકોને પીવા માટે વેચાતું પાણી લાવવા માટેની ફરજ પડી રહી છે, જો સમસ્યાને વહેલી તકે નિરાકરણ લાવવામાં નહીં આવે તો બહિષ્કારની ચીમકી રહીશો દ્વારા કરવામાં આવી.પીવાના પાણીમા ડ્રેનેજનું ગંધાતું પાણી મિશ્રણ થઈને આશરે 100 મકાનમાં છેલ્લા એક મહિનાથી મળતું હોવાથી લોકો ભારે ત્રાહિમામ છે.

ગંદુ, કાળુ ડ્રેનેજ યુક્ત પાણી મળતું હોવાથી રહીશોએ કોર્પોરેશનમાં ઓનલાઇન અને લેખિત પણ રજૂઆત કરી છે આમ છતાં પ્રશ્ન હલ કરવામાં આવ્યો નથી. પાણીની સમસ્યાના કારણે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે, ક્યાંક ગટર લાઈન અને પાણીની લાઈન લીકેજ હોવાથી પાણી મિક્સ થઈને ગંદુ મળતું હોવાનું જણાઈ રહ્યું છે, જેનો ફોલ્ટ તાત્કાલિક શોધવો જરૂરી છે.

Reporter: admin







