News Portal...

Breaking News :

બી એ પી એસ પ્રાયોજિત પ્રમુખ એકેડેમી દ્વારા દ્વિતિય વર્ષે જ યુ પી એસ સી પરિણામમાં જ્વલંત સફળતા

2025-04-24 10:24:15
બી એ પી એસ પ્રાયોજિત પ્રમુખ એકેડેમી દ્વારા દ્વિતિય વર્ષે જ યુ પી એસ સી પરિણામમાં જ્વલંત સફળતા


બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના અભિનવ અને અનેરા સોપાન સમુ પ્રમુખ એકેડેમી રાષ્ટ્ર સેવા માટે મૂલ્ય નિષ્ઠ અધિકારીઓ પ્રદાન કરવાના ઉદ્દેશ થી બે વર્ષ પહેલા આરંભાયેલ છે. 


વર્ષ ૨૦૨૪ ના રાષ્ટ્રીય લોક સેવા આયોગ ( UPSC) ના ગઇકાલે આવેલ પરિણામો માં આ એકેડેમી દ્વારા પ્રવેગ કાર્યક્રમ હેઠળ માર્ગદર્શન મેળવેલ બે વિદ્યાર્થીઓ ૧) નમ્રતા અગ્રવાલ અને ૨) શિવાંગ તિવારી એ ઉત્તીર્ણ થઈ સનદી અધિકારી બની રાષ્ટ્ર સેવા નું સ્વપ્ન સાકાર કરેલ છે તદુપરાંત એકેડેમી દ્વારા ચાલતા ઇગ્નાઇટ કાર્યક્રમ ના વિદ્યાર્થીઓ તરીકે વિપુલ ચૌધરી, ઈશા રાની,અંકિત વાણીયા અને રવિરાજ મળી કુલ ચાર અભ્યાસુઓ એ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી એકેડેમી નું ગૌરવ વધાર્યું છે.જોગાનુજોગ એકેડેમી દ્વારા આજે  સાંજે એકેડેમી અટલાદરા ખાતે સનદી અધિકારી બનવા અભિલાષી યુવા યુવતીઓ માટે પ્રમુખ સારથિ કાર્યક્રમ યોજાયો હતો 


જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એ ભાગ લઈ માનનીય કલેકટર અનિલ ધામેલિયા તથા પ્રસિદ્ધ વક્તા નિવૃત્ત ઉચ્ચ અધિકારી શૈલેષ સગપરિયા પાસે થી અદ્ભુત માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું. આ તબક્કે એકેડેમી ના મેન્ટર ઓ એ પણ પ્રશ્નોના જવાબ આપી સમસ્યાનુ સમાધાન આપ્યું હતું. અટલાદરા મંદિરના કોઠારી સ્વામી એ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. જ્યારે એકેડેમીના સંચાલક સંત પૂજ્ય જ્ઞાન વિજય સ્વામી એ આભાર વિધિ કરી હતી.ખાસ ઉલ્લેખનીય છે કે રાષ્ટ્ર ગાન થી શરૂ થયેલ આ સભા કાર્યક્રમના અંતમાં કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલાઓ માટે મૌન ધારણ કર્યું હતું.

Reporter:

Related Post