વિશ્વામિત્રી પ્રોજેક્ટની સમિક્ષા કરવા માટે રચાયેલી સરકારની વિજીલન્સ કમિટી ગુરુવારે આવશે...

નવા કમિશનર અરુણ મહેશ બાબુ હવે વડોદરાના વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર ધ્યાન આપી રહ્યા છે. તેમણે બુધવારે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલી કામગિરીનું નિરીક્ષણ કર્યું હતું. બુધવારે તેઓ ચેરમેન સહિતના પદાધીકારીઓ સાથે વડસર ડમ્પસાઇટ ખાતે પહોંચ્યા હતા અને રીસેક્શનીંગ અને ડીસીલ્ટીંગ કામગિરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દ્વારા રચાયેલી સમિતીના રોહિત પ્રજાપતિ અને નેહાબેન સરવટે પણ હતા. આ ઉપરાંત તેઓ કમાટીબાગ પાછળ નદીમાં ચાલી રહેલી કામગિરી નિહાળવા પણ પહોંચ્યા હતા. એવુ મનાઇ રહ્યું છે કે વિશ્વામિત્રી પ્રોજેક્ટની સમિક્ષા કરવા માટે રચાયેલી સરકારની વિજીલન્સ કમિટી આવતીકાલે ગુરુવારે આવવાની છે
જેથી કમિશનર જાતે જ બુધવારે પ્રોજેક્ટની કામગિરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. તેમણે મીડિયાને કહ્યું હતું કે અમે આવતીકાલની તૈયારી માટે નીકળ્યા છીએ એવું નથી પણ રોજ હું અલગ અલગ સેક્શનમાં ચાલતી કામગિરીનું નિરીક્ષણ કરવાનો છું. જ્યારે પણ સરકારી ટીમ આવશે ત્યારે તેમને પણ બતાવીશું. વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર કમિશનર હવે ખુબ જ ગંભીર બન્યા છે. કેટલાક સ્થળોએ કામગિરી જોઇને તેમણે કેટલાક અગત્યના સુચનો પણ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને આપ્યા હોવાનું મનાઇ રહ્યું છે. તેમણે સિદ્ધનાથ તળાવ અને વાવનું પણ નિરીક્ષણ કર્યું હતું.
Reporter: admin