News Portal...

Breaking News :

પત્તા પાના વડે હાર-જીતનો જુગાર રમતા કુલ-૦૪ ઇસમોને ઝડપી પાડતી બાપોદ પોલીસ ટીમ

2025-01-07 16:30:12
પત્તા પાના વડે હાર-જીતનો જુગાર રમતા કુલ-૦૪ ઇસમોને ઝડપી પાડતી બાપોદ પોલીસ ટીમ


પત્તા પાના વડે હાર-જીતનો જુગાર રમતા કુલ-૦૪ ઇસમોને ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વડોદરા શહેરની બાપોદ પોલીસ ટીમ 


હાલમાં ચાલતા ઉત્તરાયણ તહેવારને અનુલક્ષીને વડોદરા શહેર વિસ્તારમા દારૂ-જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ અંકુશમા લેવાના ઉદ્દેશથી બાપોદ વિસ્તારમાં અસામાજીક તત્વો દ્વારા દારૂ તેમજ જુગારની પ્રવૃતિઓને નેસ્ત નાબુદ કરવા ઉપલા અધિકારી તરફથી જે સુચના મળેલ હોય એ આધારે બાપોદ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પેટ્રોલીંગમા હતા. 


આ દરમ્યાન અ.હે.કો જયરામભાઈ જીવણભાઇ તથા અ.હે.કો લક્ષ્મણભાઇ અંબાલાલ નાઓની સંયુકત ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે ખોડીયારનગર પાંજળાપોળ રોડ પીળા વુડાના મકાન બ્લોક નંબર-૦૮ ના દાદરાની પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો જુગાર રમે છે જે બાતમીના આધારે કુલ-૦૪ ઇસમોને ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવેલ છે.

Reporter:

Related Post