News Portal...

Breaking News :

આસારામને વચગાળાના જામીન : જેલમાંથી બહાર આવ્યા બાદ અનુયાયીઓને નહીં મળે આસારામ ત્રણ પોલીસ કર્મીઓન

2025-01-07 15:50:25
આસારામને વચગાળાના જામીન : જેલમાંથી બહાર આવ્યા બાદ અનુયાયીઓને નહીં મળે આસારામ ત્રણ પોલીસ કર્મીઓન


સુપ્રીમ કોર્ટે મંગળવારે (7 જાન્યુઆરી)  દુષ્કર્મ કેસમાં આસારામને વચગાળાના જામીન આપ્યા છે. 2013ના દુષ્કર્મના કેસને લઈને સ્વાસ્થ્યના આધારે રાહત આપવામાં આવી છે. 


આસારામને 31 માર્ચ સુધીના વચગાળાના જામીન આપવામાં આવ્યા છે. આ સાથે જ કોર્ટે આસારામને નિર્દેશ કર્યો છે કે, તે વચગાળાના જામીન પર જેલમાંથી બહાર આવ્યા બાદ પોતાના અનુયાયીઓને નહીં મળે.સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 'આસારામને ત્રણ પોલીસકર્મીઓની એસ્કોર્ટ આપવામાં આવશે. તેમાં એવી શરત રહેશે કે, તે પુરાવા સાથે ચેડાં નહીં કરે. ઉપરાંત, તેને પોતાના અનુયાયીઓને સામૂહિક રૂપે મળવાની મંજૂરી નહીં મળે. 


નોંધનીય છે કે, આ નિર્ણય ગુજરાતમાં આસારામ દુષ્કર્મ કેસ સાથે સંબંધિત છે. જેમાં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જોકે, રાજસ્થાનમાં નોંધાયેલા કેસ મામલે તે હજુ પણ કસ્ટડીમાં છે.જાન્યુઆરી 2023માં આસારામને 2013ના દુષ્કર્મ કેસમાં સેશન્સ કોર્ટે ગુનેગાર જાહેર કર્યો હતો. આ મામલો એક મહિલાએ નોંધાવ્યો હતો. જે આ અપરાધ સમયે ગાંધીનગર પાસેના આશ્રમમાં રહેતી હતી.

Reporter: admin

Related Post