News Portal...

Breaking News :

વોર્ડ નંબર 6 વિસ્તારમાં આવેલ ખોડીયારનગર પાસેની શૂ મેરુ સોસાયટીમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવવામાં આવ્યા

2026-04-14 14:03:24
 વોર્ડ નંબર 6 વિસ્તારમાં આવેલ ખોડીયારનગર પાસેની શૂ મેરુ સોસાયટીમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવવામાં આવ્યા


શહેરના વોર્ડ નંબર 6 વિસ્તારમાં આવેલ ખોડીયારનગર પાસેની શૂ મેરુ સોસાયટીમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવવામાં આવ્યા છે.



સોસાયટીના રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેવાસીઓનું કહેવું છે કે ગત ચૂંટણી દરમિયાન કરાયેલા એક પણ વાયદા પૂર્ણ કરવામાં આવ્યા નથી. ખાસ કરીને રોડ-રસ્તાની દયનીય સ્થિતિ, પીવાના પાણીની સમસ્યા, ડ્રેનેજ વ્યવસ્થા, તેમજ ખુલ્લા પ્લોટની સફાઈ અને ગાર્ડન બનાવવા જેવા મુદ્દાઓ આજે પણ અધૂરા છે.રહેવાસીઓએ જણાવ્યું છે કે તેમની કુલ સાત મુખ્ય માંગણીઓ છે, જે બેનરો પર સ્પષ્ટ રીતે લખવામાં આવી છે. 


અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ ન મળતા હવે તેઓએ ચૂંટણી બહિષ્કારનો રસ્તો અપનાવ્યો છે.સોસાયટીના લોકોએ ઉગ્ર વિરોધ સાથે ચેતવણી આપી છે કે જો કોઈપણ રાજકીય પક્ષ કે ઉમેદવાર ચૂંટણી પ્રચાર કે વોટ માંગવા માટે સોસાયટીમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરશે, તો તેમને અંદર આવવા આપવામાં નહીં આવે.આ બનાવને કારણે સ્થાનિક રાજકીય માહોલ ગરમાયો છે અને આવનારી ચૂંટણી પહેલા આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

Reporter: admin

Related Post