એસ.ઓજી પોલીસે ગત નવમી માર્ચના રોજ મળેલી માહિતીના આધારે તાંદલજા સન ફાર્મા રોડ સસ સફા એપાર્ટમેન્ટમાં રેડ કરીને 292ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ નો જથ્થો ઝડપી પાડ્યો હતો. જે ગુનામાં ઇમરાન મહેબુબ ખાન પઠાણ તથા સલીમ ઈમ્તિયાઝ શેખ રહેવાસી થાણા મહારાષ્ટ્ર ઝડપાઈ ગયા હતા. હાલમાં સેન્ટ્રલ જેલમાં રહેતા સલીમ શેખે જામીન પર છૂટવા માટે અદાલતમાં અરજી કરી હતી. તપાસ કરનાર અમલદારના સોગંદનામુ તથા સરકારી વકીલની રજૂઆતો ધ્યાને લઈ એડિશનલ સેશન્સ જજ એસબી મનસુરીએ આરોપી સલીમ શેખની જામીન અરજીનામંજૂર કરી હતી. અદાલતે નોંધ્યું હતું કે પકડાયેલો ડ્રગ્સનો જથ્થો વાણિજ્ય જથ્થામાં આવે છે જેથી એનડી પી એસ 37ની જોગવાઈ લાગુ પડે છે તેમજ તપાસ કરનાર અધિકારીના સોગંદનામાં મુજબ આરોપી સામે એનડીપીએસ ને લગતા આઠ ગુનાઓ નોંધાયા છે. જેથી અરજદાર આ પ્રકારના ગુના કરવા ટેવાયેલો હોય જામીન પર મુક્ત થયા પછી આ પ્રકારના ગુના નહીં કરે તે શક્યતા ના કરી શકાય તેમ નથી.
Reporter: News Plus