News Portal...

Breaking News :

વડસર સહીતના વિસ્તારમાંથી બી.પી.એસ. સ્કૂલ ખાતે આમ કુલ ૪૩૯૮થી વધુ નાગરીકોને સ્થાળત૨ીત ક૨વામાં આવ્યા

2024-07-26 20:34:58
વડસર સહીતના વિસ્તારમાંથી બી.પી.એસ. સ્કૂલ ખાતે આમ કુલ ૪૩૯૮થી વધુ નાગરીકોને સ્થાળત૨ીત ક૨વામાં આવ્યા


વડસર સહીતના વિસ્તારમાંથી બી.પી.એસ. સ્કૂલ ખાતે આમ કુલ ૪૩૯૮થી વધુ નાગરીકોને સ્થાળત૨ીત ક૨વામાં આવ્યા



વડોદરા મહાનગ૨પાલિકા શહેરમાં બુધવારના રોજ વરસાદને કારણે સમગ્ર શહેરમાં પાણી ફરી વળ્યા અને નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ભરાઈ જવાથી નાગરિકોને બચાવ અને રાહત કામગીરી માટે વડોદરા મહાનગ૨પાલિકાની વિવિધ ટીમો કામગીરી કરી રહી છે.પૂર્વ ઝોનમાં ખારી તલાવડી,ફતેપુરા,હીરા શકિત મહોલ્લો,પોલીસ સ્ટેશનની બાજુમાં આ૨.ટી.ઓ. પાસે, ૨ામાપી૨ મહોલ્લો,વા૨સીયા,રાજીવ,એકતા નગ૨ કુંભા૨વાડા વિસ્તા૨ના લોકોને વી૨ ભગર્તાસહ સ્કુલ,ભિક્ષુક કેન્દ્ર, ઈન્દુલાલા સ્કુલ ખાતે પશ્ચિમ ઝોનમાં દશામાં તળાવ,બીલ તળાવ, રણજીત નગ૨, નવી જામવાડી,અકોટાગામ, કલાલીગામ, મુજમહુડાના નાગરિકોને બીલ પ્રાથમિક શાળા,સી.કે પ્રજાપતી સ્કુલ,મહારાજા નગ૨ આંગણવાડી,દર્શનમ ફ્લેટ સામે મેદાનમાં,અકોટા ગામ, કલાલી ગામ ખાતે ઉતર ઝોનમાં પેન્શનપુરા, નવીનગરી,જલારામ નગર વસાહત, કાર્યાનુંભવન,કારેલીબાગ, સુભાષનગર વિસ્તારના લોકોને લક્ષ્મીબાઇ સ્કૂલ, નિઝામપુરા, સમા જલારામ મંદિર, સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શાળા,ઇન્દિરા નગર, રેલ્વેની ગોદીમાં, દક્ષિણ ઝોનમાં હનુમાન ટેકરી, વડસર સહીતના વિસ્તારમાંથી બી.પી.એસ. સ્કૂલ ખાતે આમ કુલ ૪૩૯૮થી વધુ નાગરીકોને સ્થાળત૨ીત ક૨વામાં આવ્યા હતા. 


ઉત્તર ઝોનમાં અત્યાર સુધી વિશ્વામિત્રી નદીના સંલગ્ર વિસ્તાર જેવા કે ૧)સિધ્ધાર્થ બંગ્લોઝ, ૨)સમા નવી નગ૨ી, ૩) ફતેગંજ નવપુત્ર સ્કુલ, ૪) કલ્યાણ નગ૨ કામનાથ મહાદેવ, ૫) ઈન્દીરા નગ૨ વસાહત, ૬) ફાગવેલ વસાહત પાસે ૨-૨ નંગ તરાપા આવશ્યક જરૂરિયાતને ધ્યાને રાખી મુકવામાં આવ્યા છે. તેમજ વ૨સાદને લીધે મુખ્ય ૨સ્તાઓ ૫૨ પડેલા ખાડાને વહીવટી વોર્ડ ૧,૨,૩,૭ અને ૧૩ દ્વારા જરૂરીયાત મુજબ, પશ્ચિમ ઝોન વિસ્તારમાં આવેલ ભાયલી વિસ્તારમાં પ્રગતિ સ્કૂલ, પ્રિયા ટોકીજ થી એસ્સાર પેટ્રોલ પંપ, વિહાન હોસ્પિટલ વાળા રસ્તે,ડી માર્ટ પાસે, અટલાદરા બિલ રોડ,બી.પી.સી. રોડ,ઉડેરા મુખ્ય ૨૨સ્તે,તાંદલજા જે પી પોલીસ સ્ટેશન પારો,રાજેશ ટાવર રોડ,સેવાસી ગોત્રી રોડ વગેરે જગ્યાએ ખાડા પૂરવાની કામગીરી ક૨વામાં આવી હતી.ગોરવા તળાવ, વાસણા તળાવ, સેવાસી તળાવ, તાંદલજા તળાવ, વડસર તળાવ, કાશી વિશ્વનાથ,તળાવ તથા વિશ્વામિત્રી નદીના કિનારા ઉપર આવેલ નિચાણવાળા વિસ્તારોમાં ૫૦ નંગ ફલડ ફોકસ લગાડી વધારે લાઈટીંગની કામગીરી ક૨વામાં આવેલ છે, MGVCL સાથે સંકલનમાં રહીને સ્ટ્રીટલાઈટની સેવાઓ સતત ચાલુ ૨હે તે માટે પડી ગયેલા પોલ ઉભા કરવા, વીજતાર તથા સ્વીચીંગ બોક્સનું સમારકામ, તથા અન્ય કામગીરી ક૨વામાં આવેલ છે.મહાનગ૨પાલિકાના આરોગ્ય વિભાગ દ્વા૨ા કુલ ૧૨૦૭૫ ઘરો તપાસવામાં આવ્યા, ૩૭૨ સ્થળોએ એન્ટિલા૨વ૨ ક૨વામાં આવ્યું, ૪૯૪૪ ઘરોનું ફોગિંગ ક૨વામાં આવ્યુ અને ૪૭૮૮ ઘરોમાં કલોરિન વિત૨ણ ક૨વામાં આવ્યું છે. મહાનગ૨પાલિકા દ્વારા ગુરુવાર ના રોજ ૧૧000 લોકોને પાકું ભોજન, અસ૨ગ્રસ્ત વિસ્તારમાં ૨000 ફૂડ પેકેટનું વિતરણ અને ૨૦૦૦ ફૂડ પેકેટનું વિતરણ અન્ય જરૂરિયાતમંદોને મળી કુલ ૧૫૦૦૦ નંગ ફૂડ પેકેટનું વિતરણ ક૨વામાં આવેલ છે અને ૨૪00 પેકેટ દૂધની થેલીઓનું વિત૨ણ ક૨વામાં આવેલ છે.ગાજ૨ાવાડી કાંસ મુકેલ ટેમ્પ૨૨ી કરી પંપ સેટ ચાલુ કરેલ છે, દત્તનગ૨ ખાતે પાણી ભરાવવાથી ડૂબી ગયેલ ટેમ્પરરી પંપ સેટ ગાજરાવાડી સ્ટોર ખાતે લાવેલ હતા, પંપસેટ ઇલેકટ્રીક મોટર ફાયર થયેલ જણાતા ડીસમેન્ટલ ક૨ી રીપેરીંગ અર્થે મોકલવામાં આવેલ છે. રામકબીર માર્બલ પાસે ટેમ્પરરી પંપસેટ ચાલુ કરેલ છે. કપુરાઈ સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના DG સેટને ચાલુ ક૨વામાં આવેલ છે.આજવા રોડ વિનય પાર્ક પાસે વોર્ડ શાખાની વર્ધી મુજબ ૪૦ HP નો ટેમ્પ૨૨ી પંપ સિફ્ટ કરી પંપસેટ કાર્ય૨ત કરેલ છે.સેવાસી ગોપી પાર્ટીપ્લોટ પાસે વોર્ડ નં : 10 પાસે ટેમ્પરરી પંપસેટ તથા DG સેટ મૂકી પંપસેટ કાર્ય૨ત ક૨વામાં આવેલ છે.

Reporter: admin

Related Post