News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : સફેદ થતા વાળ અટકાવવાના ઉપાય

2025-03-24 12:20:10
આયુર્વેદિક ઉપચાર : સફેદ થતા વાળ અટકાવવાના ઉપાય


ઘણા લોકોના વાળ સમય પહેલા એટલે કે ઉંમર પહેલા જ સફેદ થવા લાગે છે, કેટલાક લોકોને માથામાં ચાર-પાંચ વાળ પણ સફેદ દેખાય તો તેને ખેંચીને કાઢી નાખે છે.સફેદ વાળને ખેંચીને કાઢવાથી અન્ય કેટલીક સમસ્યાઓ પણ થઈ શકે છે.


વાળ સફેદ થવા લાગે તો તેને ખેંચીને કાઢવાને બદલે કે કલર કરવાને બદલે પ્રયત્ન કરો કે તમે તેને વધતા અટકાવી શકો. વાળને સફેદ થતાં અટકાવવા હોય તો સૌથી પહેલા સૂર્યના હાનિકાર કિરણોથી વાળનું રક્ષણ કરવું જોઈએ. જે રીતે તડકો સ્કીનને પ્રભાવિત કરે છે તે જ રીતે તડકો વાળને પણ નુકસાન કરે છે. તેથી જ્યારે પણ તડકામાં બહાર નીકળો તો કેપ કે સ્કાફથી વાળને કવર કરવા જરૂરી છે.વાળને ઉંમર પહેલા જ સફેદ થતા અટકાવવા હોય તો દૈનિક આહારમાં પૂરતા પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ યુક્ત ખાદ્ય પદાર્થો \નો સમાવેશ કરવો જોઈએ. 


આવા ખાદ્ય પદાર્થો સ્ટ્રેસના પ્રભાવને ઘટાડે છે જેના કારણે વાળ સફેદ થવાની પ્રક્રિયા પણ ધીમી પડે છે. આ સિવાય તાજા ફળ અને શાક પણ વધારે લેવા જોઈએ.સામાન્ય રીતે વાળ સફેદ થવાનો સૌથી મોટું કારણ હોય છે પોષક તત્વોનો અભાવ. વાળને સફેદ થતા અટકાવવા હોય તો એ સુનિશ્ચિત કરો કે તમારા બોડીમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વો હોય. જો શરીરમાં કોઈ વિટામિન કે મિનરલ્સ ની કમી હોય તો તેની આ પૂરતી કરવાનો પ્રયાસ કરો.

Reporter: admin

Related Post