રાજકોટ : ટી.આર.પી. ગેમઝોનમાં લાગેલી આગને લોકો હજુ ભૂલી શક્યા નથી. ગેમઝોનમાં લાગેલી આગ બાદ ફાયર વિભાગ અને સરકાર દ્વારા નિયમોને કડક બનાવી દેવામાં આવ્યા છે.
ત્યારે રાજકોટમાં વધુ એક આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજકોટના નાકરાવાડી નજીક આવેલી વેફર બનાવતી કંપની આગ લાગતાં અફરા-તફરી મચી જવા પામી છે. વહેલી સવારે 9:30 વાગ્યાની આસપાસ આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ છે. રાજકોટની વેફર-નમકીન બનાવતી KBZ કંપનીમાં આગ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આગ ઓલવવા માટે સતત એક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ ઘટનામાં હજુ સુધી કોઇ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. પરંતુ આગ વિકરાળ હોવાથી લાખો રૂપિયાનો માલ-સામાન બળીને ખાખ થઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે, ચાર મહિના પહેલાં ગોપાલ નમકીન માં પણ ભીષણ આગ લાગી હતી.આજે KBZમાં આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અત્યારે ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગ વિકરાળ હોવાથી દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે.
Reporter: admin