ટેનિંગ દૂર કરવા માટે તમારે નાળિયેર તેલ ચહેરા અથવા ટેનિંગ થી પ્રભાવિત થયેલ જગ્યા પર લગાવવાનું છે. ફેસ પર તેને લગાવવા માટે રાત્રે સૌથી પહેલા તમારો ચહેરો ધોવો.
ત્યારબાદ ટુવાલ ની મદદથી ચહેરાને હળવા હાથે સાફ કરો. હવે તમારા હાથમાં નાળિયેર તેલના થોડા ટીપા લો અને તેને ચહેરા અથવા ટેનિંગ અસરગ્રસ્ત વિસ્તારમાં ઘસો. સવારે ઊઠીને ચહેરાને સામાન્ય પાણીથી ધોઈ લો. જો તમે નિયમિતપણે આ ઉપાય અપનાવશો તો ટેનિંગ દૂર થઈ જશે.જો તમને સ્કિન ઇન્ફેક્શનની સમસ્યા હોય તો પણ તમે નાળિયેર તેલનો ઉપયોગ કરી શકો છો.
કારણ કે તેના એન્ટી માઈક્રોબાયલ અને એન્ટી ઇન્ફ્લામેન્ટરી ગુણ સૂક્ષ્મ જંતુઓનો નાશ કરે છે જે ત્વચાના ચેપનું કારણ બને છે. વધુમાં તે ત્વચાની બળતરા ને પણ ઘટાડે છે. જો તમને ત્વચા પર ફોલિયો ખંજવાળ વગેરે હોય તો દરરોજ રાત્રે નાળિયેર તેલ લગાવો તે ખૂબ ફાયદો કરાવશે.
Reporter: admin