કમર નો દુખાવો કોઈ મોટી બીમારી નથી, પરંતુ જો તેનો યોગ્ય ઈલાજ ન થાય તો ચિંતજનક બને છે. લાંબા સમયથી ચાલતા કમરના દુખાવાનો યોગ્ય ઈલાજ કરવો જરૂરી છે. અને કાળજી લેવી જરૂરી છે.
- વોકિંગ કરવું જોઈએ : ચાલતી વખતે દુખાવો થાય છે પરંતુ નિયમિત ચાલવાથી આ દુખાવામા રાહત મળે છે. જેનાથી હેલ્થ પણ સારુ રહે છે. નિયમિત ચાલવાથી કરોડરજ્જુ મજબૂત બને છે અને પીડા દૂર થાય છે.
- નિયમિત કસરત : નિયમિત કસરત કરવાથી પેટના અમુક સ્નાયુઓ કમરને મદદ કરે છે.યોગ કરવું પણ હિતાવહ છે. કસરત કરવાથી શરીરમા તાકાત મળે છે. અને સ્નાયુઓ મજબૂત બને છે.
- વ્યસન છોડી દેવા : ધુમ્રપાન કરનાર વ્યક્તિમા વધુ પડતા કમર દુખાવાના દર્દી હોય છે. તમાકુ કે અન્ય ઉત્પાદન કરોડરજ્જુ નબળી પાડે છે જેને કારણે કમરનો દુખાવો રહે છે. માટે કોઈપણ જાતના વ્યસન ન કરવા જોઈએ.
- આઈસપેક અથવા બરફથી સેક કરવો જોઈએ : જે ભાગમાં દુખાવો થતો હોય ત્યાં બરફ અથવા આઈસપેકથી સેક કરવો જોઈએ. જેથી દુખાવામાં રાહત મળે છે.
Reporter: admin







