News Portal...

Breaking News :

પાકિસ્તાનના વડાપ્રધાનએ સાઉદી અરેબિયા સાથે સંરક્ષણ કરાર કર્યા

2025-09-18 11:17:47
પાકિસ્તાનના વડાપ્રધાનએ સાઉદી અરેબિયા સાથે સંરક્ષણ કરાર કર્યા


સાઉદી અરેબિયા:  પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે બુધવારે એક ઓપરેશન સિંદૂરમાં કારમી હારનો સામનો કર્યા પછી પાકિસ્તાન તેના પડોશી દેશો પાસેથી ભીગ માગી રહ્યું છે. તે રક્ષણ માટે યુનાઇટેડ સ્ટેટ્સ, ચીન અને તુર્કી તરફ વળી રહ્યું છે. 



દરમિયાન, ઇસ્લામિક રાષ્ટ્રના સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS) અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે બુધવારે એક સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા, જે હેઠળ એક દેશ પર હુમલો બીજા દેશ પર હુમલો માનવામાં આવશે.સાઉદી પ્રેસ એજન્સી અનુસાર, બંને દેશોએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, આ કરાર સુરક્ષા વધારવા અને વિશ્વ શાંતિ સ્થાપિત કરવા માટેની તેમની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ કરાર બંને દેશો વચ્ચે એક ડિફેન્સ કોર્પોરેશન પણ વિકસાવશે.સાઉદી અરેબિયાની રાજધાની રિયાધના યામામા પેલેસમાં તેમની મુલાકાત દરમિયાન એમબીએસ અને શાહબાઝ શરીફે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી. 


બંને નેતાઓએ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ વાત કરી.સાઉદીના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, આ કરારમાં તમામ પ્રકારના લશ્કરી સહયોગને આવરી લેવામાં આવશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું જરૂર પડ્યે પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ પણ શામેલ છે, તો તેમણે 'હા'માં જવાબ આપ્યો.શાહબાઝ શરીફની સાથે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર, નાયબ વડાપ્રધાન ઇશાક ડાર, સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફ, નાણાંમંત્રી મોહમ્મદ ઔરંગઝેબ અને એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાઉદી અરેબિયા પહોંચી ગયું છે.આ સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર થઈ રહ્યા હતા ત્યારે પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર પણ હાજર હતા.એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ કરાર કોઈ ચોક્કસ દેશ કે ઘટના વિરુદ્ધ નથી થયો, પરંતુ બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલતા ઊંડા સહયોગનો ઔપચારિક રૂપ છે. સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

Reporter: admin

Related Post