ઘણા લોકોને વાળ ની સમસ્યા હોય છે, ખરતા વાળ, ડેન્ડરફ કે અન્ય સમસ્યાઓ ના લીધે કેટલાય મોંઘા તેલ અને શેમ્પૂ નો ઉપયોગ કરતા હોય છે. આ બઘી સમસ્યાઓનો ઘરેલુ ઉપચાર કરી શકાય છે.
-
દિવેલ વારંવાર ગરમ કરીને વાળ પર લગાવવાથી વાળ ખરતા મટે છે.
- માથામાં કાંદાનો રસ લગાવાથી ખરેલા વાળ પાછા આવે.
- આમળા, કાળા તલ, ભાંગરો, બ્રાહ્મી સરખે ભાગે લઇ વાટીને પાવડર બનાવી સવાર સાંજ ફાકવાથી વાળ ખરતા મટે છે અને ડેન્ડરફની સમસ્યા દૂર થાય છે.
- ખાંડ અને લીંબુનો રસ ભેગો કરી માથામાં ઘસવાથી ડેન્ડરફ મટે છે.
- લીમડાના પાનને પાણીમાં વાટીને, એ પાણીથી માથું ધોવાથી ખરતા વાળ અટકે છે.
- કાકડી ખાવાથી વાળ ચમકીલા બને છે.
આમાંથી કોઈ પણ એક ઇલાજ તમારી સમસ્યા દૂર કરે છે.
Reporter: admin