નાના બાળક થી લઇ ને મોટા વડીલ સુધી એસીડીટી ની સમસ્યા હોય છે, ગેસના કારણે ડકાર આવે છે. ઘણા લોકો જો સાંજના સમયે આથાવાળુ કે ખાટું ખાઈ લે તો તરત એસીડીટી થઇ જાય છે. એસીડીટી ના લીધે પેટ મા બળતરા થાય છે. તળેલું કે મસાલાવાળું ખાવા થી એસીડીટી થાય છે.જેના માટે ઘરેલુ ઉપાય કરી શકીએ છીએ.
લીમડાની છાલ નું ચૂર્ણ કે રાત્રે પલાળેલ છાલનું પાણી ગાળીને પીવું જોઈએ. આમ કરવાથી અમ્લાપીત્ત કે એસીડીટી ઠીક થઇ જાય છે.
એસીડીટી થાય એટલે જેઠીમધનું ચૂર્ણ કે રાબ બનાવીને તેનું સેવન કરવું જોઈએ. તેનાથી એસીડીટી માં ફાયદો થાય છે.
ત્રિફળા ચૂર્ણ નો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. ત્રિફળા ને દૂધ સાથે પીવાથી એસીડીટી દુર થાય છે.
લીમડાની છાલ નું ચૂર્ણ કે રાત્રે પલાળેલ છાલનું પાણી ગાળીને પીવું જોઈએ. આમ કરવાથી એસીડીટી ઠીક થઇ જાય છે.
દુધમાં સુકી દ્રાક્ષ નાખીને ઉકાળવી જોઈએ. ત્યાર પછી દુધને ઠંડુ કરીને પીવાથી ફાયદો થાય છે અને એસીડીટી ઠીક થઇ જાય છે.
૧ગ્લાસ હુફાળા પાણીમાં થોડા વાટેલા કાળા મરી અને અડધું લીંબુ નીચોવીને નિયમિત રીતે સવારે પીવાથી પણ ફાયદો થાય છે.
જાયફળ અને સુંઠ ભેળવીને ચૂર્ણ બનાવી લો.આ ચૂર્ણ એક એક ચપટી લેવાથી એસીડીટી દુર થાય છે.એસીડીટી થાય તો કાચી વરીયાળી ચાવવી જોઈએ.વરીયાળી ચાવવાથી એસીડીટી દુર થઇ જાય છે.
સવાર સાંજ ખાલી પેટ હુંફાળું પાણી પીવાથી એસીડીટી માં ફાયદો થાય છે.
નારીયેલ નું પાણી પીવાથી એસીડીટીથી છુટકારો મળે છે.
લવિંગ એસીડીટી માટે ખુબ ફાયદાકારક છે એસીડીટી થાય તો લવિંગ ચૂસવા જોઈએ.
ગોળ, કેળા, બદામ અને લીંબુ ખાવાથી એસીડીટી જલ્દી ઠીક થઇ જાય છે.
પાણીમાં ફુદીનાના થોડા પાંદડા નાખીને ઉકાળી લો. રોજ ખાધા પછી આ પાણીનું સેવન કરો. એસીડીટીમાં ફાયદો થશે.
બને એટલું ઘરનુ સાત્વિક ભોજન લેવું તેનાથી એસીડીટી થી રાહત મળશે.
Reporter: admin