News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર

2024-07-16 11:05:11
આયુર્વેદિક ઉપચાર


ઘણી વાર આપણને પેટ, માથું કે દાંત નો અસહ્ય દુખાવો થતો હોય છે, જેને લઇ આપણે ચીડચિડા સ્વભાવ ના થઇ જઈએ છે અને કોઈ વાતચીત કરે તોપણ આપણને ગમતું નથી. દાંત ના દુખાવામા પણ પીડા થતી હોય છે.આપણા થી સહન થતો નથી. 


દાંત ના દુખાવામા પેઢા નો દુખાવો, દાઢ સડી જવી, તૂટેલો દાંત, નવા દાંત આવવા કે દાઢ મા દુખાવો આ ખુબ પીડાદાયક હોય છે. એની દવા આપણે કોઈ સારા ડૉક્ટર પાસે કરાવવો જોઈએ, પરંતુ દુખાવો કહી ને આવતો નથી માટે એનો ઈલાજ પેહલા ઘરે કરવો જોઈએ.એના માટે ઘરે ઈલાજ કરી શકે છે.


1/2 ચમચી નારિયેળનું તેલ
1/2  ચમચી લવિંગ નો પાવડર 
નારીયેળ તેલ એન્ટીબેક્ટેરીયલ હોય છે જે દાંતના બેક્ટેરિયાનો નાશ કરી દે છે અને લવિંગ eigempl હોય છે જે દુખાવો ઓછો કરે છે.
નારિયેળ અને લવિંગને ભેળવીને પેસ્ટ બનાવી દુખાવા વાળી જગ્યા પર લગાવથી દુખાવામાં રાહત થાય છે.આ પ્રક્રિયા દિવસ મા ત્રણ કે ચાર વાર થાય છે.
આમ કરવાથી મોઢામાંથી આવતી દુર્ગંધ ઓછી થશે અને દાંત ચમકિલા બને છે.

Reporter: admin

Related Post