શહેર એસઓજીએ પ્રોહિબિશન સહિત મારામારીના ત્રીસથી વધારે ગુનામાં સંડોવાયેલા ફરાર આરોપીની ધરપકડ કરી હતી. ફતેગંજ પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ આરોપી ફરાર થઇ ગયો હતો. એસઓજીએ આરોપીને ઝડપી લઈને આગળની તપાસ માટે ફતેગંજ પોલીસને સોંપ્યો હતો.
એસ.ઓ.જી પોલીસને બાતમી મળી હતી કે ફતેગંજ પોલીસ મથકે નોંધાયેલા પ્રોહિબિશનના કેસનો વોન્ટેડ આરોપી કમલ ઉર્ફે કમુ તોલાની આજવા રોડ ખાતે આવેલ જ્ઞાનસાગર ફ્લેટ પાસે ઉભો છે. બાતમીના આધારે પોલીસે સાગર ફ્લેટ પાસે વોચ ગોઠવીને કમલ તોલાણીને ઝડપી પાડ્યો હતો અને તેનો કબજો થતો જ પોલીસ મથકને સોંપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આરોપી કમલ વિરુદ્ધ પ્રોહિબિશન અને મારામારીના 30થી વધારે ગુનાઓ નોંધવામાં આવ્યા છે ઉપરાંત આ આરોપીને ચાર વખત પાછા પણ થઈ ચૂક્યા છે હાલ તો ફતેગંજ પોલીસે આરોપીનો કબજો લઈને આગળની તપાસ હાથ ધરી છે
Reporter: admin