આજે આપણે શરીરમાં ખુબ માત્રામાં પોષક તત્વો આપતા સોયાબીન વિશે જાણીશું.સોયાબીનમાં ભરપૂર પ્રોટીન રહેલું છે જે શરીર ને તાકાતવર બનાવે છે. જે લોકો શાકાહારી છે તેમણે સોયાબીન અવશ્ય ખાવા જોઈએ જેથી પૂરતા પ્રમાણ માં પ્રોટીન મળી રહે.
સોયાબીન માં ભરપૂર પ્રોટીન, બી - કોમ્પ્લેક્સ, કેલ્શિયમ,પોટેશીયમ રહેલા છે જેનાથી અનેક બીમારીઓ દૂર થાય છે. સોયાબીન થી હાડકા મજબૂત થાય છે કારણકે તેના માંથી કેલ્શિયમ મળી રહે છે. સોયાબીન નુ દૂધ પીવાથી સંધાના દુખાવો દૂર થાય છે.સોયાબીન થી કેન્સર જેવી બીમારીઓ દૂર થાય છે. સોયાબીનમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ ના લીધે કેન્સર જેવી બીમારી દૂર થાય છે.
ડાયાબિટીસ ના દર્દી માટે સોયાબીન ખુબ માત્રા માં લેવા જોઈએ. સોયાબીન સુગર લેવલ નોર્મલ રાખે છે. યુરિન ઇન્ફેકશન માં પણ સોયાબીન નુ સેવન ફાયદાકારક છે.સોયાબીન ખાવાથી સ્કિન માટે ફાયદાકારક છે. સોયાબીન થી ત્વચા નીખરેલી રહે છે અને ચમકદાર બને છે. સ્કિન પર રહેલા ડાઘ દૂર કરવા માટે સોયાબીન નુ સેવન જરૂરી છે.
Reporter: News Plus