- સાધારણ ગરમ પાણીમાં મીઠુ ઓગાળીને દિવસમાં બે કે ત્રણ વાર કોગળા કરવાથી કાકડા મટે છે.
- હળદરને મધમાં મેળવી કાકડા પર લગાડવાથી વધેલા કાકડા બેસી જાય છે.
- કેળાની છાલ ગળાની આજુબાજુ બાંધવાથી કાકડા મટે છે.
- હળદર અને ખાંડ એક ચમચી લઇ તેની ફાકી મારી તેના પર ગરમ દૂધ પીવાથી કાકડા મટે છે.
- બાવળની છાલ ઉકાળીને કોગળા કરવાથી મો ની ચાંદી મટે છે.
- દ્રાક્ષને લસોટી ઘી અને મધમાં મેળવી જીભ પર લગાવાથી જીભ પર પડી ગયેલ કાતરા મટી જાય છે.
- તાજી મોળી છાસ પીવાથી મોનાં ચાંદા મટે છે.
= તુલસીના પાન ચાવવાંથી મોં ની દુર્ગંધ મટે છે.
- લવિંગને ખુબ લસોટી, મલમ જેવું કરી, કપડાં પર લગાડી પટ્ટી બનાવી ગળા પર લાગવાથી ગળાની ગાંઠ મટે છે.
- મીઠાંના ગરમ પાણીથી કોગળા કરવાથી ગળું બેસી ગયું હોય તો મટે છે.
Reporter: admin