વડોદરા : સ્વાસ્થ્યજાગ્રતિ અને વ્યાયામ- પ્રાણાયામ સાથેની જીવનશૈલી માટે લોકો ખૂબ સજગ બન્યા છે. ચોવીસે કલાક લોકો માટે ખડેપગે રહેતા પોલીસ તંત્રને સ્વાસ્થ્યની કાળજી ખાસ લેવી પડે એ સ્વાભાવિક છે.

ત્યારે, પ્રથમ વખત વડોદરા ખાતે ફર્સ્ટ ડીજીપી કપ યોગાસના ચેમ્પિયનશિપ 2024 નું પ્રારંભ કરવામાં આવ્યો છે, દીપ પ્રાગટ્ય તેમજ પરેડ શરૂ કરી આ પ્રતિયોગિતાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા યોગને પ્રમોટ માટે અથાક મહેનત કરી રહી છે આજરોજ વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે પ્રથમ ડીજીપી કપ યોગાસના ચેમ્પિયનશિપ 2024 નો પ્રારંભ કરવામાં આવ્યો બે દિવસે આ યોગાસના ચેમ્પિયનશિપમાં 12 ટીમો એ ભાગ લીધો છે જેમાં 75 પ્લાયર્સ પોતાની યોગાસના કલાને રજૂ કરશે. વિવિધ પ્રકારના યોગા નું પ્રસ્તુતિ ભાગ લેનાર ખેલાડીઓ દ્વારા કરવામાં આવશે જેમાં ટ્રેડિશનલ યોગાસન, આર્ટિસ્ટિક યોગાસન, પૈર (જોડી) યોગાસન, રિદમિક યોગાસન વગેરે જેવા યોગા સોદો ની પ્રસ્તુતિ રજૂ કરવામાં આવશે. યોગાસન ને એક કોમ્પિટિશન તરીકે આગળ લઈ જવા તેમજ યોગાસનનું પ્રમોશન થાય તેવા હેતુ સાથે રાજ્ય અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અખાત મહેનત બાદ 21 જુને સમગ્ર વિશ્વ યોગા દિવસ તરીકે ઉજવે છે સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે ખૂબ જ ઉપયોગી એવું યોગાસન અને કોના જીવનને પરિવર્તિત કર્યા છે અને તેઓને સ્ટ્રેસ ફ્રી લાઈફ આપી છે. યોગાને એક કોમ્પિટિટિવ કોર્સ તરીકે ઓળખ આપવાના રાજ્ય અને કેન્દ્ર સરકારના પ્રયાસોના ભાગરૂપે આજ રોજ પ્રથમ ડી.જી.પી કપ યોગાસન ચેમ્પિયનશિપ 2024નું આરંભ કરવામાં આવ્યો છે.પોલીસ કર્મચારીઓના મહેનત, તણાવ દૂર થાય તેમજ તેઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેવા પણ મુખ્ય હેતુ જેથી શારીરિક માનસિક અને માનસિક અને આધ્યાત્મિક શક્તિમાં વધારો થઈ શકશે અને પોલીસ કર્મચારીઓ પોતાનું શોક પ્રતિશત યોગદાન પ્રજાની સુરક્ષા માટે આપી શકશે. આ પ્રસંગે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર, યોગા ફેડરેશન ઓફ ઇન્ડિયાના પેટ્રોન વિખ્યાત યોગા ટીચર આર. જે જાડેજા, ટેકનિકલ ડાયરેક્ટર ફોર યોગા મેઘનાબેન ઝાલા, જોઈન્ટ પોલીસ કમિશનર વડોદરા શહેરના લીનાબેન પાટીલ, સહિત વડોદરા શહેર પોલીસના તમામ ઝોનના ડીસીપી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.






Reporter: admin







