દરેક ઘર માં કરેલા નું શાક બનતું હોય છે, ઘણી વાર એની કડવાશ ના લીધે કોઈ ખાતું નથી પરંતુ એ ખાવામાં ખુબ ગુણકારી છે, માટે દરેક વ્યક્તિ એ કરેલા નું શાક નહિ તો એનું જ્યૂસ પીવું જોઈએ કારેલા ને વર્ષો થી લોકો દવા તરીકે ઉપયોગ માં લે છે.
કારેલા માં મલ્ટિવિટામીન હોય છે જેના થી આપણને પૂરતા પોષક તત્વો મળે છે.ડાયાબીટીશ ના દર્દી માટે આ ખુજ ફાયદાકારક છે, કરેલા ખાવા થી ડાયાબીટીશ ના દર્દી નું સુગર લેવલ કંટ્રોલ રહે છે. જમવામાં કડવી લગતી વાનગી શરીર માટે ફાયદાકારક હોય છે. શરીર ને સ્વસ્થ રાખવા અવસ્ય કારેલા ખાવા જોઈએ અથવા જ્યૂસ પીવું જોઈએ. શરીર માં બ્લડસુગર નિયંત્રણ રાખવાનું કામ કારેલા કરે છે. કારેલા માં રહેલું ફાયબર આપણા શરીર માં રેહતી કેલેરી ઓછી કરે છે.
માટે શરીર માં જમવાનું શરીર રીતે પચી જાય છે અને ગેસ કે એસિડિટી જેવી તકલીફ પડતી નથી. શરીર માં કોલેસ્ટ્રોલ નું પ્રમાણ કારેલા ખાવા થી સપ્રમાણ રહે છે. શરીર માં કડવાશ જવા થી હ્દય ની બીમારીઓ થી બચી શકીએ છે. જેને પાચન શક્તિ નબળી હોઈ એના માટે કારેલા મહત્વ ની દવા નું કામ કરે છે . આંખો ને લગતી બીમારી માં પણ આ રાહત આપે છે અને આંખો ના નંબર માં ઘટાડો થાય છે, આયુર્વેદ માં કારેલા ને ઉત્તમ દવા માનવામાં આવે છે . માટે દરેક ઘર માં કારેલા નું સેવન થવું જોઈએ .
Reporter: News Plus