News Portal...

Breaking News :

ડી-કંપોઝ બોડીના મોબાઇલ પોસ્ટમોર્ટમ માટે GRIP તરફથી ગોત્રી ફોરેન્સિક ડિપાર્ટમેન્ટને ઍવૉર્ડ એનાયત

2025-12-24 10:55:30
ડી-કંપોઝ બોડીના મોબાઇલ પોસ્ટમોર્ટમ માટે GRIP તરફથી ગોત્રી ફોરેન્સિક ડિપાર્ટમેન્ટને ઍવૉર્ડ એનાયત


જીએમઇઆરએસ સંચાલિત ગોત્રી મેડિકલ કોલેજના ફોરેન્સિક મેડિસિન અને ટોક્ષીકોલોજી વિભાગ દ્વારા મોબાઈલ પોસ્ટમોર્ટમ રૂમ કાર્યરત કરવામાં આવ્યા હોવાના રચનાત્મક વિચારને જીઆરઆઈપી દ્વારા ગાંધીનગર ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી ખાતે તા.૧૯મીના રોજ યોજાયેલા સમિટમાં રજુ થયેલા પ્રોજેકટમાં બીજો નંબર આવ્યો હતો.



આ બદલ ગોત્રી મેડિકલ કોલેજની ફોરેન્સીક ટીમને એવોર્ડ એનાયત કરાયો હતો.અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પ્લેનમાં સવાર ૨૪૧ મુસાફરો અને રોડ પરના ૧૯ વ્યકિતઓ મળીને ૨૬૦ વ્યકિતઓના મોત નિપજયા હતા. આ દુર્ઘટનાનો ભોગ બનનારના પોસ્ટમોર્ટમ માટે તંત્રએ કમરકસી હતી.આવા સમયે મદદરૂપ કઈ રીતે થઈ શકાય તેવો વિચાર જીએમઈઆરએસ સંચાલિત ગોત્રી મેડિકલ કોલેજના ફોરેન્સીક મેડિસીન અને ટોક્ષીકોલોજીના પ્રાધ્યાપક ડૉ.હિતેશ રાઠોડને વિચાર આયો હતો. તેમને આ વિચાર અમલમાં મુકયો હતો. આ માટે તેમની ટીમના પ્રાધ્યાપક ડૉ.ઉત્તમ સોલંકી અને ડૉ.કૃણાલ વસાવા સહિતને જોડયા હતા. આ માટે મોબાઈલ પોસ્ટમોર્ટમ રૂમ બનાવવાનુ નકકી કર્યુ હતુ. આ માટે તેમને એક કન્ટેનરમાં તેને બનાવવાનુ નકકી કર્યુ અને તેને અમલમાં મુકી દીધું. આ કન્ટેનરનો ઉપયોગ રોજબરોજ થાય તે માટે ડી કમ્પોઝ બોડી (સડી ગયેલી )નુ પણ અલગ પોસ્ટમોર્ટમ આ મોબાઈલ પોસ્ટમોર્ટમ રૂમમાં થાય અને આ મૃતદેહને કોલ્ડસ્ટોરેજમાં રાખવાની પણ વ્યવસ્થા ઉભી કરવાનુ નકક્કી કર્યુ હતુ. 


આ રચનાત્મક વિચારને તેમને અમલમાં બનાવીને મોબાઈલ પોસ્ટમોર્ટમ રૂમ બનાવી દીધો હતો.ચાર મહિનાથી ગોત્રી ખાતે આ મોબાઈલ પોસ્ટમોર્ટમ રૂમ કાર્યરત છે. જેમાં આઠ ડિકમ્પોઝ બોડીના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા છે. જેના લીધે બીજા પોસ્ટમોર્ટમ રૂમમાં અન્ય મૃતદેહ સાથે રખાયેલી બોડીને કોઈ નુકશાન ન થાય અને પોસ્ટમોર્ટમ રૂમમાં અતિ દુર્ગંધ ફેલાઈ નહી ઈન્કવેસ્ટ સહિતની કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને માથુ ફાડી નાખે તેવી દુર્ગંધથી છુટકારો મળે. આ મોબાઇલ પોસ્ટમોર્ટમ રૂમ PHC અને CHC જયાં સુવિધા ન હોય કે જર્જરીત હોય ત્યાં મદદરૂપ થઈ શકે છે. આસપાસના પ્રાથમિક કે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક રાખવામાં આવે તો તે બધા માટે ઉપયોગી થઈ શકે છે. આ રચનાત્મક કાર્ય બદલ ગાંધીનગર ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી ખાતે તા.૧૯મીના રોજ યોજાયેલા ત્રીજા અધિવેશનમાં રજુ થયેલા પ્રોજેકટમાં ગોત્રી ફોરેન્સીક વિભાગના આ પ્રોજેકટનો બીજો નંબર આવતા પ્રાધ્યાપકોને એવોર્ડ એનાયત થયો હતો.ગોત્રી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ અનુપ ચંદાની એ ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ ના હેડ ડોક્ટર હિતેશ રાઠોડ અને તેની ટિમ નો આભાર વ્યક્ત કર્યો હતો


Reporter: admin

Related Post