આ બનાવવા માટે એક પાઈનેપલ, એક કપ મેંદો, એક ચમચી દહીં, ચપટી ખાવાનો સોડા, બે ચમચી ચણાનો લોટ, ઘી અને તેલ પ્રમાણસર, એક ચમચી દૂધ, બદામ પિસ્તા કાતરેલા, દોઢ કપ ખાંડ, કેસર, ઈલાયચી પાવડર, અને ગુલાબ ની પાંદડીની જરૂર પડે છે.
આ બનાવવા માટે પાઈનેપલને ગોળ રિંગ મા અડધો કાપી વચ્ચેનો ભાગ કાપી નાખવો. મેદામા દહીં, પાણી ઉમેરી ખીરું બનાવવું, આ ખીરું એક દિવસ પેલા પલાળવું. જલેબી બનાવતી વખતે ખીરામાં સોડા અને ચણાનો લોટ ઉમેરી બરોબર મિક્ષ કરવું. આ ખીરું જાડુ રાખવું. જો પાતળું થઇ જાય તો ચણાનો લોટ ઉમેરવો. હવે ઘી અને તેલ ભેગા કરીને ગરમ કરવા મુકવા. પાઈનેપલના ટુકડા ખીરામાં બોળી રાખવા. અને તેને કડક તળવા. અને ખાંડમા ડૂબે તેટલું પાણીમાં નાખી ઉકાળવું. દૂધ નાખીને મેલ કાઢી લેવો.
અને દોઢ તારની ચાસણી કરવી. તેમાં કેસર ઈલાયચીનો ભૂકો ઉમેરવો. અને પાઈનેપલના ટુકડા નાખવા, અને દસ મિનિટ રાખી બહાર કાઢવા. તેની ઉપર બદામ પિસ્તાણી કાતરી, ઈલાયચીનો ભૂકો, ગુલાબની પાંદડી નાખી સર્વ કરવી. પાઈનેપલની જલેબી તળીને રાખી મૂકી શકાય છે. અને જયારે ખાવી હોય ચાસણીમા નાખી ગરમ કરી શકાય.
Reporter: admin