રવા ઈડલી બનાવવા માટે એક કપ રવો, એક ચમચી જીરૂ,એક ચમચી રાઈ, બે ચમચી ચણા અને અડદની દાળ, બે કપ દહીં, ચોપ કરેલ લીલા મરચા તીખાસ અનુસાર,સૂકું લાલ મરચું સ્વાદ અનુસાર, મીઠો લીમડો, પાણી જરુર પ્રમાણે, બે થી ત્રણ ચમચી તેલ, પા ચમચી ખાવાનો સોડા, મીઠુ સ્વાદ અનુસાર, અને બે ચમચી ઘી ની જરૂર પડે છે.
એક તડીયા વાળી કડાઈમા ઘી ગરમ કરી એમાં જીરૂ અને રાઈનો વઘાર કરો. ત્યારબાદ ચણા અને અડદની દાળ શેકી લો. તેમાં લાલ મરચું અને લીમડાના પાન ઉમેરો. આ મિશ્રણને પાંચ મિનિટ સુધી સાંતળો. હવે એમાં રવો ઉમેરી હલાવતા રહો. ગેસ ધીમી આંચ પર રાખવો અને થોડો કલર બદલાઈ એટલે ગેસ બન્ધ કરી ઠંડુ પડવા દો.
હવે એક વાસણમા દહીં, ચોપ કરેલ લીલા મરચા સને સ્વાદ અનુસાર મીઠુ ઉમેરી મિશ્રણ બનાવો. તેમાં સેકેલો રવો અને પાણી ઉમેરી બેટર બનાવો. આ બેત્રમાં ચોપ કરેલા ધાણા ઉમેરી શકો છો. હવે આ મિશ્રણને દસ મિનિટ માટે ઢાંકી રાખો. ત્યારબાદ તેમાં ખાવાનો સોડા ઉમેરી તૈયાર કરી લો. હવે ઈડલી કુકરમા ડીશ કે વાડકીમા તેલ લગાવી બેટર મુકો અને તેણે દસ થી વિસ મિનિટ માટે ધીમા ગેસ પર સ્ટીમ કરવા મૂકી દો. ગરમા ગરમ ઈડલી તૈયાર થઇ જશે. તેણે ચટણી કે દાળ સાથે ખાઈ શકો છો.
Reporter: admin