ફ્રૂટ્સલાડ બનાવવા માટે એક લીટર દૂધ, એક ચમચી કસ્ટર પાવડર, 100 ગ્રામ ખાંડ, 100 ગ્રામ લીલી દ્રાક્ષ, 2 કેળા, 1સફરજન, 2 ચીકુ, 250 હાફુસ કેરી જો મળતી હોય તો, ક્રીમ, દાડમના દાણા, આઈસક્રીમ, કેસરની જરૂર પડે છે.
એક વાસણમા તળીયે ઘી લગાડી દૂધને ગરમ કરો. બાજુમાં એક વાડકીમા ઠંડા દૂધમા કસ્ટર પાવડર ઓગાળી તેણે ગરમ દૂધમા ઉમેરવુ. દૂધ મા બે ઉભરા આવી જાય એટલે ગેસ બન્ધ કરી ઠંડુ પડવા દેવું.
ત્યાર બાદ બધા સમારેલા ફ્રૂટ ઉમેરવા. ત્યારબાદ ક્રીમ અને આઈસક્રીમ ઉમેરી દો. ત્યારબાદ કેસર ઉમેરી બરોબર મિક્ષ કરી લો.ફ્રૂટ્સલાડ ઠંડુ પડે ત્યારે પી શકો છો.આ રીતે બનાવાથી ફ્રૂટસલાડ નો કલર સારો આવશે અને ટેસ્ટી લાગશે.
Reporter: admin