રસમલાઈ બનાવવા માટે દોઢ લીટર દૂધ, 200 ગ્રામ ખાંડ, 14 થી 15 રસગુલ્લા, બદામ, કેસર, પિસ્તા જરૂરી છે.
દૂધને અડધા કરતા ઓછું રહે તેટલું ઉકાડવું. તેમાં ખાંડ ઉમેરવી. દૂધ ઉકળે એટલે રસગુલ્લા નિતારી તેમાં ઉમેરવા અને 2 મિનિટ પછી ગેસ બન્ધ કરવો. દૂધ ઠંડુ થાય પછી તેને ફ્રિજમાં ઠન્ડુ કરવા મૂકવું. પીરસતી વખતે બદામ અને પિસ્તાની કાતરી અને કેસર ઓગાળી ઉમેરવું.
Reporter: admin