News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : નાકની તકલીફો અને માવજત

2025-01-11 16:39:31
આયુર્વેદિક ઉપચાર : નાકની તકલીફો અને માવજત


- નસકોરી ફૂટે ત્યારે બરફનો ટુકડો માથે, કપાળે અને ગરદન પર ઘસવાથી લોહી બન્ધ થાય છે.
- નસકોરી ફૂટે ત્યારે તળવા પર ઠંડા પાણીની ધાર પાડવી તેમજ નાકમાં ઠંડા પાણીની છાલક મારવાથી લોહી બન્ધ થાય છે.
- નસકોરી ફૂટે ત્યારે કાંદાના ટીપા, ગાયના ઘીના ટીપા, દૂધના ટીપા, ખાંડના ટીપા, ઠન્ડા પાણીના ટીપા, દ્રાક્ષના પાણીના ટીપા કંઈ પણ એક વસ્તુથી લોહી નીકળતું બન્ધ થાય છે.
- મરી અને દહીંને જુના ગોળમાં મેળવીને પીવાથી નાકમાંથી લોહી નીકળતું બન્ધ થાય છે.
- ઘઉંના લોટમાં સાકર અને દૂધ મેળવી પીવાથી નાકમાંથી લોહી નીકળતું બન્ધ થાય છે.
- નસકોરી ફૂટે ત્યારે ફટકડીનું ચૂર્ણ સુંઘાડવું અને તેનું પાણી નાકમાં નાખવાથી લોહી પડતું બન્ધ થાય છે.
- દૂધીનો રસ, મધ અને સાકાર સાથે પીવાથી નાકમાંથી કે ગળામાંથી પડતું લોહી બન્ધ થાય છે.
- કેરીની ગોટલીનું ચૂર્ણ નાક વડે સૂંઘવાથી નાકમાંથી પડતું લોહી બન્ધ થાય છે.
- આમળાના ચૂર્ણને દૂધમાં મેળવી રાત્રે સૂતી વખતે મગજના ભાગ પર લગાડવાથી નસકોરી ફૂટતી બંધ થાય છે.

Reporter: admin

Related Post