મકાઈનો સુપ બનાવવા માટેની સામગ્રીમાં દોઢ કપ છીણેલી મકાઈ, 1 કપ મકાઈના દાણા, પાણી જરૂર પ્રમાણે, 3 ચમચી માખણ, 3 ચમચી મેંદો, 2 કપ દૂધ, 2 ચમચી ખાંડ, ચપટી મરીનો ભૂકો, અડધો કપ દૂધની મલાઈ, મીઠુ જરૂર પ્રમાણે જરૂરી છે.
મકાઈની છીણમાં દોઢ કપ પબી તથા મકાઈના દાણામાં અડધો કપ પાણી રેડી, બને કુકરમાં બાફી લેવા. થોડુ ઠંડુ પડે એટલે મકાઈના છીણને લીકવીડ કરી, ગાળી, જાડો પલ્પ તૈયાર કરવો. તેમાં બાફેલા મકાઈના દાણા પાણી સાથે નાખવા. ગેસ પર એક વાસણમાં ધીમા તાપે માખણ ગરમ કરવા મૂકી, તેમાં મેંદો ઉમેરવો, બરોબર મેળવી, ધીમે ધીમે દૂધ રેડતા જઈ હલાવતા રેહવું.
ગેસ પર એક વાસણમાં ધીમા તાપે માખણ ગરમ કરવા મૂકી, તેમાં મેંદો ઉમેરવો, બરોબર મેળવી, ધીમે ધીમે દૂધ રેડતા જવુ અને હલાવતા રેહવું. આ પ્રમાણે તૈયાર કરેલા વ્યાઈટ સોસમાં મકાઈનો પલ્પ ઉમેરવો. તેમાં ખાંડ, મીઠુ અને મરીનો ભૂકો નાખવા. પીરસતી વખતે દરેક કપમાં મકાઈના દાણા આવે તે રીતે ગરમ કરીને રેડવો. દરેક કપમાં 1 ટી ચમચી ક્રીમ ઉમેરવી.
Reporter: admin