એક ચપટી શેકેલી હિંગનું ચૂર્ણ ગરમ પાણીમાં લેવાથી બધા પ્રકારના વાયુ મટે છે.
સૂંઠ, સાજીખાર અને હિંગનું ચૂર્ણ ગરમ પાણીમાં લેવાથી સર્વ પ્રકારની પીડા દૂર થાય છે.
જીરું, હિંગ અને સિંધવની ફાકી ધી સાથે લેવાથી વાયુ મટે છે.
અંગ જકડાય ગાયું હોય તો રાઈની પેટીસ લગાડવાથી ફાયદો થાય છે.
પગના ગોટલા ચઢી જાય તો કોપરેલ તેલ ગરમ કરી માલિશ કરવાથી આરામ મળે છે.
સરસિયાના તેલમાં કપૂર મેળવી માલિશ કરવાથી દુઃખતા સાંધા, ગરદન જકડાઈ જવી તથા સંધિવાના દર્દમાં આરામ મળે છે.
બે નાળિયેર કોપરું કાઢીને તેના નાના નાના ટુકડા કરી ખાંડી નાખવું. ખાંડેલા કોપરાને નીચોવીને ગાળી લેવું. તેમાં ત્રણ થી ચાર ગ્રામ મરીનું ચૂર્ણ તથા ત્રણ લસણની કડી વાટીને નાખવી. આ તેલ જકડાઈ ગયેલા ભાગ પર હળવા હાથે સવારે તે રાત્રે માલિશ કરવી.
તલમાં તેલમાં હિંગ અને સૂંઠ નાખીને સહેજ ગરમ કરી, માલિશ કરવાથી કમરનો ફખાવો, સાંધાનો દુખાવો, શરીરનું જકડાઈ જવુ એ બધુ મટે છે.
નાગરવેલના પાન અને સરગવાની છાલને એકત્ર કરી રસ કાઢીને પીવાથી નડ ફુલ્યા હોય તો મટે છે.
Reporter: admin