સરેવડાં બનાવવા માટેની સામગ્રીમાં 1 કિલો ચોખાનો જાડો લોટ, ચપટીજીરું અને અજમો,15 ગ્રામ ખારો, સાબુદાણા, મીઠુ જરૂર પ્રમાણે જરૂરી છે.
લોટને લઈ તપેલીનું માપ ભરવું. જો એક તપેલી લોટ હોયતો દોઢ તપેલી પાણી ગરમ કરવા મૂકવું. પાણીમાં મીઠુ, ખારો અને મુઠી સાબુદાણા ઉમેરી પાણી ઉકળે એટલે લોટ ઉમેરવો. લોટ અટામણથી થોડો જાડો હોવો જોઈએ. થોડી વાર રહી બધું હલાવી તેમાં જીરું અને અજમો ઉમેરવા જેથી લોટ પીળો ન પડી જાય. ત્યારબાદ વેલણથી બધું હલાવી ગેસ બન્ધ કરી દેવો.
બીજી તપેલીમાં પાણી મૂકી કાંઠો મૂકી તેના પર ચાડનો ઊંધો પાડવો અને તેના પર જાડું કપડું મૂકી તેમાં લોટના ગોળા કરીને મુકવા. ચડી જાય એટલે ગેસ બન્ધ કરી દેવો અને એક એક ગોળો લઇ મસળી લુઆ કરી મશીનમાં દબાવી લેવા. વણેલા બધા સારેવડાં પ્લાસ્ટિક પર તડકે મુકવા.
Reporter: admin







