અડદની દાળ એક ગુજરાતી વાનગી છે જે ખાવામાં ખુબજ હેલ્થી છે અને ખુબ સ્વાદિષ્ટ લાગે છે.
આ દાળ બનાવવા માટે એક કપ અડદની દાળ, એક ચમચી ચોપ કરેલા આદુ - મરચા, એક ચમચી લીબુંનો રસ, ચપટી હિંગ, બે ચમચી ખાંડ, અડધી ચમચી જીરું, થોડી ચોપ કરેલ કોથમીર, મીઠુ અને પાણી પ્રમાણસર જરૂરી છે.ગેસ પર એક વાસણમાં પાણી ગરમ કરી તેમાં દાળ ઉમેરવી. સહેજ ઉભરો આવે એટલે જોવું કે દાળ ચઢી ગઇ છે કે નહીં.
દાળ ચઢી જાય એટલે તેમાં મીઠુ, આદુ, મરચા, લીબુંનો રસ, ખાંડ ઉમેરી મિક્સ કરવું. હવે તેમાં ઘી, જીરું અને હિંગ નો વઘાર કરી કોથમીર ભભરાવી દેવા અને ગેસ પર થી ઉતારી લેવી.આ દાળ રોટલા સાથે ખાવામાં ખુબ ટેસ્ટી લાગે છે.
Reporter: admin