વેસ્ટમાંથી બેસ્ટ, ઘણી વાર ઘરે ભાત વધે તો ઘણા લોકો એનો વેસ્ટ કરતા હોય છે એની જગ્યાએ જો એની કોઈ વાનગી બનાવીએ તો ઘરના સૌ કોઈ ખાઈ શકે છે.
ભાતનાં પકોડા બનાવવા માટેની સામગ્રી દોઢ કપ ભાત, અડધી ચમચી હળદર, એક ચમચી વાટેલા આદુ -મરચા, એક કપ બાફેલા શાકભાજી = ગાજર, બટાકા, વટાણા ), એક કપ ચણાનો લોટ, એક ચમચી ખાંડ, તેલ અને મીઠુ જરૂર પ્રમાણે જરૂરી છે.
બધી સામગ્રી ભેગી કરી ખીરું તૈયાર કરી, તેલ ગરમ મૂકીને પકોડા તળી લેવા. આ પકોડામાં શાકભાજી ન ઉમેરો તોપણ ચાલે અને ડુંગળી પસંદ હોઈ તો એક ડુંગળી ચોપ કરીને ઉમેરી શકાય.
Reporter: admin