મિલેટસ આંઢવો બનાવવા માટેની સામગ્રીમાં એક કપ જુવારનો લોટ, અડધો કપ સોજી, એક કપ દહીં, એક વાડકી ચોપ કરેલ ગાજર, એક વાડકી મકાઈનાં દાણા, એક વાડકી ધાણા ચોપ કરેલા, મીઠુ અને તેલ જરૂર પ્રમાણે, એક ચમચી લસણ અને લીલા મરચાની પેસ્ટ, અડધી ચમચી હળદર, એક ચમચી સફેદ તલ જરૂરી છે.
આ બધું બરોબર મિક્સ કરી બેટર બનાવી ચારથી પાંચ કલાક પલાળી રાખો, ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ કરી રાઈ અને તલનો વઘાર કરી ઉમેરી મિક્સ કરો. હવે એક નોનસ્ટિકમાં તેલ લગાવી બેટર મૂકી ઉપરથી સફેદ તલ ભભરાવી દો અને ઢાંકી દો હવે તેને 15 થી 20 મિનિટ પછી તેને ઉઠલાવી ફરી ઢાંકી દો. અડધો કલાકમાં ટેસ્ટી મિલેટસનો આંઢવો તૈયાર થઇ જશે. જે ખાવામાં ખુબ હેલ્થી હોય છે.
Reporter: admin