કાજુપાનના લાડુ બનાવવા માટે જરૂરી સામગ્રીમાં ચોપ કરેલ નાગરવેલના પાન એક વાડકો, 200 ગ્રામ કાજુનો ભૂકો,ચારથી પાંચ ચમચી દૂધનો પાવડર, ચાર ચમચી છીણેલું નાળિયેર, દરેલી ખાંડ જરૂર પ્રમાણે, એક વાડકો મિક્સ તૂટીફૂટી અને ચેરી, ત્રણ ચમચી વરિયાળી, ત્રણ ચમચી ધાણા દાળ, પાંચ ચમચી ગુલકન્દ ખાવાનો કલર અને પાણી જરૂર પ્રમાણે જરૂરી છે.
નાગરવેલના પાનને મિક્ષરમાં બે ચમચી પાણી ઉમેરી બેટર કરી લેવું.હવે એક વાસણમાં કાજુનો ભૂકો અને મિક્સ કરેલા પાન કાઢી મિક્સ કરી લેવું. હવે તેમાં દરેલી ખાંડ, દૂધનો પાવડર, નારિયેળનું છીણ, થોડો ફૂડ કલર, પાણી (કલર મિક્સ કરવા માટે) ઉમેરી બધું મિક્સ કરી લેવું. ગોળ લાડુ વડે તે રીતનું મિક્ષર કરવું. અને પાંચ મિનિટ મૂકી રાખવું. હવે સ્ટફિંગ માટે એક બૉઉલમાં ગુલકંદ, ધાણા દાળ, વરિયાળી, તૂટીફૂટી, નાગરવેલના પાન ચોપ કરેલા, થોડી કાપેલી ચેરી ઉમેરી બધું મિક્સ કરી લેવું.
હવે હાથમા તેલ લગાવી કાજુવાળા મિક્ષરને હાથમા લઇ પુરી જેવું બનાવી એમાં ગુલકન્દનું સ્ટફિંગ લઇ બધી બાજુ બન્ધ કરી લાડુ બનાવવો, આ રીતે બધા લાડુ કરી ઉપરથી કોપરાનું છીણ ભભરાવવું અને વધુ સારૂ લાગે માટે ચેરી મુકવી. આ લાડુ માર્કેટમાં મળતી સ્વીટ જેવા બનશે અને ખાવામાં ખુબ સારા લાગશે.
Reporter: admin